________________ ધન્યકુમાર ચરિત્ર છે, તમારા પિતા કરતાં પણ અધિક રીતે તમે પ્રજાના પાળનારા, બિરાજે છે; જો મને દુઃખાબ્ધિમાંથી પાર ઉતારવા માટે બુદ્ધિબનથી અથવા કોઈ છળકપટથી મારા સુવર્ણપુરૂષને પ્રગટ કરી કઈ મને દેખાડશે તે તે આપના ચરણ પાસે રહીને હું તમારી સેવા કરીશ, નહિ તે પછી તમારું કલ્યાણ થાઓ, હું પાછો દેશતરમાં જઈશ,” આ પ્રમાણેનાં તેનાં વચન સાંભળીને રાજા વિચારવા લાગ્યો કે-“અહે! આ મારી નગરીને જ રહેવાસી દુઃખથી સંતપ્ત થઇને મારી પાસે આવ્યો છે. જે આનું દુઃખ હું નહિ માંગું, તે પછી મારી આગળ પિકાર કર્યો નકામે જશે, જે આનું દુઃખ સાંભળીને હું વીર્ય ન ફેરવું તે મારા નાયકપણામાં ક્ષતિ થશે, અને બંદિકે પાસેથી એકઠો કરેલ યશ નિષ્ફળ જશે. હું જે દ્રવ્ય આપું છું તે તે તે લેતે નથી અને એની ગયેલી વસ્તુ મળવી તે તો દૈવાધીન છે. હવે હું શું કરું? જે આ સર્વ સભાસંદેમાંથી કેઈ પણ મારું કાર્ય સાધી આપે તે તેમાં પણ મારી જ મહત્વના છે.” આમ વિચારીને પિતાના હાથમાં બીડું ઉપાડીને આખી સભા સમક્ષ તેણે કહ્યું કે–“છે એ કાઈ મારી સભામાં માડીજાયો પુત્ર, કે જે આને સુવર્ણપુરૂષ શેધી લાવીને પિતાની, મારી અને આ સભાની લાજનું રક્ષણ કરે? તે કાર્ય કરવા માટે કે આ બીડું ગ્રહણ કરે છે?” આ પ્રમાણે બોલી રાજાએ તે બીડું સર્વને દેખાડ્યું, પરંતુ કાર્ય દુઃસાધ્ય હેવાથી કોઈએ હાથ લાંબે ર્યો નહિ. તેવું દેખીને ચંદ્રવળ કુમારે વિચાર્યું કે-“સુવર્ણપુરૂષ તે મારા કબજામાંજ છે અને પિતાએ આપેલ બીડું કોઈ ગ્રહણ કરતું નથી, તેથી મારે તે ગ્રહણ કરવું યોગ્ય છે, કે * જેથી પિતાના મહત્વની હાનિ ન થાય, અને આનું દુઃખ ભાંગે,