________________ , નવમ પવિ. 611 કપાસની જેવા પુત્રને તે કોઈક માતાઓજ જાણે છે, કે જે પિતાના દેહને ફાડી નાખીને પણ પારકાના ગુહ્યને ઢાંકે છે.” યોગીએ કહ્યું કે–“ભદ્રપહેલાં તે “સંપાદ લક્ષ' પર્વતમાંથી શીતોષ્ણ પાણું લાવવાની જરૂર છે.” આમ કહીને તે બંને તે લેવા માટે ત્યાંથી ચાલ્યા અને ત્યાં જઈને શીત તથા ઉષ્ણકુંડમાંથી પાણી લાવ્યા. પછી રક્તચંદનના લાકડામાંથી એક પુરૂષપ્રમાણ પુતળું તે યોગીએ બનાવ્યું અને આહુતિ આપવાના સર્વ સાધને એકઠા કર્યા. પછી કાળી ચૌદશની રાત્રે બંને સ્મશાનમાં ગયા. ત્યાં અગ્નિકુંડ બનાવીને અગ્નિ સળગાવ્યું. પછી યોગીએ લેહક્ષાના” નિમિત્તે તે બહાના નીચે પિતાની પાસે એક ખડ્ઝ રાખ્યું, અને ધર્મદત્તને તેણે કહ્યું કે “તારી પાસે લેહરક્ષા છે?” તેણે કહ્યું કે–“કાંઈક છે, પણ તમારી કૃપા છે, તે પછી મારે રક્ષાની શું જરૂર છે?' આ પ્રમાણે કહીને આગળબુદ્ધિ વાણુઓ' તે કથનાનુસાર કાંઈક હૃદયમાં ચિંતવીને તેણે ગુપ્ત રીતે સ્વરક્ષા માટે એક ખગ પાસે રાખી લીધું. પછી તે યોગીએ ધમદત્તને પિતાની પાસે ઉંધે મુખે (તેનાથી ઉલટી દિશાએ દષ્ટિ કરત) બેસાડ્યો અને કહ્યું કે-“તારે પછવાડે જોવું નહિ.” પછી તેની વચ્ચે રક્તચંદનનું પુતળું મૂક્યું અને યોગીએ પૂર્વની બધી ક્રિયાઓ કરી, પછી યોગીએ પિતાના ઈચ્છિત ફળની સિદ્ધિ માટે સરસ વના દાણા મંત્રીને ધર્મદત્તની પીઠ ઉપર નાખવા માંડ્યા. આ પ્રમાણે દાણુ છાંટતાં કેટલેક વખત વીતી ગયો, તે વખતે ધર્મદત્તના મનમાં વિચાર થયો કે “આ યોગીએ પહેલાં મને કહ્યું હતું કે- રક્તચંદનના ઘડેલા પક્ષને મંત્રીને દાણા છાંટવાથી 1 પારકા શરીરને. 2 રતાંજળી. 3 અમુક પ્રસંગમાં રક્ષા માટે તેને કકડો પાસે ખાય છે તે.