________________ 608 ધન્યકુમાર ચરિત્ર. निद्रव्यो हियमेति हीपरींगतः प्रभ्रश्यते तेज़सा, निस्तेजाः परिभूयते परिभवाद् निर्वेदमागच्छति / निर्विणः शुचमेति शोकसहितो बुध्धेः परिभ्रश्यते / निर्बुद्धिः क्षयमेत्यहो अधनता सर्वापदामास्पदम् // 1 // ‘નિર્ધનને લાજ આવે છે, લાજથી તેજ જાય છે, તેજ ચાલ્યું પામે છે, શોકથી બુદ્ધિને નાશ થાય છે અને બુદ્ધિના નાશથી મૃત્યુ થાય છે. અહો ! નિર્ધનતા સર્વ આ પદાનું મૂળ છે.” जीवन्तोपि मृताः पंच, व्यासेन परिकीर्तिताः / दरिद्रो व्याधितो मूर्खः, प्रवासी नित्य सेवकः // 1 // વ્યાસ ભગવાને દરિદ્રી, વ્યાધિગ્રસ્ત, મૂર્ખ, નિત્ય પ્રવાસી અને સદા નેકરી કરનારને જીવતાં છતાં પણ મરણ પામેલા કહ્યા છે.” આ પ્રમાણે સાંભળીને તે યોગી બોલ્યો કે-“અહા ! દારિદ્ર કંદમુદ્રાલ' એવું બિરૂદ ધારણ કરું છું, તેથી હું એમ વિચારું છું કે મયણદેવ ઈશ્વર દહ્યો, લંક દહિ હણુએણ પાંડુવન અરજુન કહ્યું, પણ દાલિદ ન કેણ. 1. તેથી હું એ થાઉં કે “દારિદ્રયને હું બાળી નાખું! " તે સાંભળીને ધર્મદત્ત આનંદ પામે અને કહેવા લાગે કે–“કહો તમે કેવી રીતે દારિદ્રયનો મૂળથી નાશ કરશો ?”યેગીએ કહ્યું કે સુવર્ણ પુરૂષની હું સાધના કરીશ અને તેના વડે પછી સર્વના દારિદ્રયને નાશ કરીશ.” ધર્મદત્તે વિચાર્યું કે-“જીવહિંસા વ. ગર સુવર્ણપુરૂષની સિદ્ધિ થતી હોય તે તે સારૂં, નહિત મારે ' 1 દારિદ્રને મૂળથી કાપનાર. 2 કામદેવ, 3 હનુમાનજી. 4 દારિદ્રતા.