________________ ધન્યકુમાર ચરિત્ર. કમલની આવળીને પરિમલ આસપાસ ફેલાવા માંડ્યો છે, વૃક્ષ ઉપર કુકડાઓ બોલવા માંડ્યા છે. સૂર્ય મેરૂ પર્વતના શિખરને પવિત્ર કરે છે, તેથી હે સુનયને ! હવે ઉઠ, રાત્રી પૂર્ણ થઈ ગઈ છે.” આ પ્રમાણે બેલાવી પણ તે બોલી નહી; વળી થોડીવાર રાહ જોઈને તે બે કે- “આ હરિણે તૃણભક્ષણ કરવા જાય છે, પક્ષીઓ પણ ચારે કરવા માટે જાય છે, વળી માર્ગ પણ સુખથી ચલાય તે અને શીતળ થયું છે, તેથી હે પ્રિયતમે ! તું ઉઠ, રાત્રી પૂર્ણ થઈ ગઈ છે.” આમ કહ્યું તે પણ ધનવતી બેલી નહિ, તેથી તેની સન્મુખ થઈને તે તેની સામું જોવા લાગ્યું, ત્યાં તેને સુતેલી દીઠી નહિ, એટલે થોડીવાર રાહ જોઈને તે બોલ્ય કે–“હે પ્રિયે! આવ આવ!” પણ કોઈ આવ્યું નહિ; પછી ઉઠીને આસપાસ જોયું, તો કોઈ સ્થળે તેને દીઠી નહિ. તેના પગલાં પણ પડેલાં જોયાં નહિ; તેથી મનમાં ચિંતા થવા લાગી. વનમાં ભટકી ભટકીને થાક્યો પરંતુ કોઈ સ્થળે, તેને પત્તો લાગે નહિ. ત્યારે પ્રિયાના વિયેગથી મૂઢ થયેલ તે બેલવા લાગે કે“અરે હંસે ! અરે હરિ! રે ચંપક ! રે અશોક ! રે સહકાર! મારી પ્રિયાની શોધ કરી આપે, તેને બત.” આમ બોલતે સ્નેહથી વ્યાકુળ થઈ જઈને તે ફરતે હતો અને વારંવાર સુવાને સ્થળે આવીને તે જોતા હતા. આ જગતમાં મોહને જીત મુશ્કેલ છે.” આ પ્રમાણે નેહથી મૂઢ થયેલ તે આમતેમ ભટકતે હવે અને વિચારતે હો કે–“જે સેંકડે મને રથને પણ અગોચર છે, જેને કવિની વાણી પણ સ્પર્શી શકતી નથી, જે સ્વમમાં પણ દુર્લભ છે, તેવાં કાર્યો પણ વિધિ લીલામાત્રમાં બનાવે છે.” વળી કહ્યું છે કે પુન્યવંત અથવા પાપી પ્રાણી દેશ દેશાંતરમાં ગમે ત્યાં જાય, પરંતુ સંપદા અને વિપદા તે તેની પહેલાં જ ત્યાં