________________ ધન્યકુમાર ચરિત્ર. કલ્યાણને સમય કેણ મૂકે?” તેણીએ કહ્યું કે–“તેમજ થાઓ.” પછી ધનદત્ત તેણીને સારા યોગમાં પરણે. પછી તેણીએ કહ્યું કે-“પ્રાણેશ! મારું પાણિગ્રહણ તે આપે કર્યું. ઘણા દિવસનું ધારેલ કાર્ય સિદ્ધ થયું, પરંતુ રાક્ષસની બીક તે હજુ જેવી ને તેવી જ ઉભી છે.” તેણે કહ્યું કે “તે રાક્ષસ કયાં છે?” તેણીએ કહ્યું કે-“તે સરોવરમાં નાન કરીને ખડગ બાજુમાં મૂકી દેવા કરતા કોઈ દેવની સ્તવના કરે છે. તે દેવસેવા પૂર્ણ થતાં સુધી મરણાંતે પણ સેવા છોડતો નથી.” ત્યારે ધર્મદત્તે એ કહ્યું કે-“હું ત્યાં જઈને રાક્ષસને હણી નાખું.” તેણીએ કહ્યું કે જે એટલું બૈર્ય હોય તે તે માટે આજ સમય ગ્ય છે.” એમ સાંભળીને ધર્મદત્ત ઉચો અને ચાલ્યો. પછવાડે તે સ્ત્રી પણ ધીમે ધીમે ચાલી. ધર્મદત્તે દૂરથીજ સેવા કરતા તે રાક્ષસને દીઠે, એટલે તે ન દેખે તેવી રીતે ધીમે ધીમે પગ મૂર્તિ તેની પછવાડે ગ અને અચાનક તેનું ખ ઉપાડી લઈને, ધૈર્ય ધારણ કરી તેની સન્મુખ આવીને તેણે હાક મારી કે “અરે પાપષ્ટ ! અરે બહુ જીવ ઘાતક! આજે તારા પાપને ઉદય થયે છે, તને હવે છોડીશ નહિ, મારી જ નાખીશ, માટે સાવધાન થઇ જા.” તે સાંભળીને રાક્ષસ કોપાક્રાંત થઈને ઉઠવા જતા હતા તેવામાં તેજ ખડગવડે ધર્મદત્તે તેને મારી નાખ્યો. તે દેખીને ચમત્કાર પામેલી ધનવતીએ તેના હાથની પુષ્પવડે પૂજા કરી, પછી ત્યાંથી તે બંને જણા નિશંકપણે વનમાં ફરવા લાગ્યા અને તેમાં ઉત્પન્ન થયેલા કદલી, દ્રાક્ષ, જાંબુ વિગેરે ફળોને આહાર કરતાં યુગલીઆની જેમ સુખેથી રહેવા લાગ્યા. એક દિવસ ધનવતીએ તેમને કહ્યું કે“પ્રાણેશ! ધમ વિના આપણે જન્મ નિરર્થક ચાલ્યું જાય છે.”