________________ * પર ધન્યકુમાર ચરિત્ર. મકલ્યા કરતા હતા. એક દિવસ તે શેઠને દેવવચન યાદ આવ્યું ત્યારે તેણે શેઠાણીને કહ્યું કે “પ્રિયે! દેવવચન કદિ મિથ્યા થતું નથી, હવે પુત્રની ઘેર આવવાની આશા જ કરીશ નહિ. હવે તે આત્મચિંતા કર, કે જેથી સગતિ થાય.” આ પ્રમાણે વિચારીને તે દંપતી ધર્મકાર્યમાં તત્પર થયા. દાનાદિ ચારે પ્રકારને ધર્મ યથાશક્તિ આરાધવા લાગ્યા, સાતે ક્ષેત્રમાં હર્ષપૂર્વક વિત્ત વાપરવા લાગ્યા. ઘરબાર સેંપવા માટે પ્રધાનપુરૂષોને કુમારને તેડવા મેકલ્યા, તે પણ તે આ નહિ. પછી ધમ આરાધીને પુત્રવિયેગથી શલ્ય સહિત તે દંપતી મુ ત્યુ પામ્યા, તેનું પ્રેતકાર્ય કરવા માટે આખા નગરના લેકે એકઠા થયા, પણ ધર્મદત્ત આવે નહિ. !! ઘેર એકલી ધર્મદત્ત ની પત્ની જ રહી. તે પણ સુકુળમાં જન્મેલી હોવાથી કેટલાક દિવસ સુધી તે ધન મોકલતી હતી. રોકડું દ્રવ્ય પૂરું થઈ ગયું, ત્યાર પછી સાસરા અને પિયરના અલંકારો એકલતી હતી. તે પણ મેકલાઈ ગયા. એટલે રૂપાના તથા પીતળના ભાજને તેણે મોકલ્યા, કારણ કે કુળવંતી સ્ત્રીઓ પતિ તરફની પ્રીતિને ત્યાગ કદિ પણ કરતી નથી. કહ્યું છે કે–“પંગુ, અંધ, કુજ, કુછી, વ્યાધિથી પીડાયેલ, ધન રહિત અને આપદામાં આવી પડેલ પતિને પણ મહાસતી ત્યજતી નથી.” હવે વેશ્યાની માતા અકાએ વાસણા દિ દેખીને જાણ્યું કે “આના ઘરમાંથી હવે ધન ખાલી થઈ ગયું દેખાય છે. તેથી હવે આને કાઢી મૂકે.” તેમ વિચારીને તેણે દાસીને શિખવી રાખ્યું કે “આ હવે નિધન થઈ ગયા છે, તેથી તેના માથા ઉપર ધૂળ નાખવાના મિષથી તેને કાઢી મૂકે.” દાસીએ પણ ઘરને કચરે વાળવાને સમયે ધર્મદત્તને કહ્યું કે-“તમે બહાર બેસે, ઘરમાં વાસ કાઢવું છે.” તે સાંભળીને તે