________________ 574 ધન્યકુમાર ચરિત્ર. " ધર્મકળામાં કુશળ થાય તેવા હેતુથી તેના પિતાએ સાધુઓની પાસે તેને ભણવા માટે રાખે, કહ્યું છે કે–“બહોતેર કળામાં કુશળ એવા પંડિત પુરૂષ સર્વ કળામાં કુશળ હેય પણ તેઓ ધર્મકળાને જાણતા નથી તે તેઓ અપંડિતજ છે.” પછી ધર્મ દત્ત અનુક્રમે યૌવન વય પામે. પિતાએ એક શ્રીદેવી નામની શ્રેણીપુત્રી સાથે તેને પરણાગે; પરંતુ શાસ્ત્રમાં ઘણે કુશળ અને શાસ્રરસમાં અત્યંત મસ્ત થયેલે હેવાથી તે એક ક્ષણ પણ પુસ્તક હાથમાંથી મૂકતો નહોતે. નવા નવા શાસ્ત્રના વિવેદમાં જતા કાળને પણ તે જાણતા નહે. કોઈ દિવસ સ્ત્રીવિલાસ તથા ઉપભેગાદિ તેના સ્મરણમાં પણ આવતા નહિ. સ્વપ્નામાં પણ સ્ત્રીનું નામ તે સંભારતે નહીં. સ્ત્રી ઉપર તેની દ્રષબુદ્ધિનહોતી પણ શાસ્રરસના આસ્વાદમાં તે અતિ મગ્ન થઈ જવાથી તેની સ્ત્રી તેને સાંભરતી નહતી. આ પ્રમાણે કેટલેક કાળ વ્યતિત થયે, એટલે તેની માતાએ તે સર્વ જાણ્યું. પછી એકાંતમાં તેને બેલાવીને કહ્યું કે આપણું ઘર મેટું છે, તે જાણીને તે શ્રેણીએ પિતાની પુત્રીને સાંસારિક સુખ મેળવવા માટે તારી સાથે વિવાહ કર્યો છે, આપણે પારકી પુત્રી લાવ્યા છીએ; છતાં તું તો તેની સંભાળ પણ લેતા નથી. સ્ત્રીને તે સર્વ સુખમાં ભર્તારનું માન તેજ પરમ સુખ છે તે સુખ વિનાના બીજા બધા સુખ તે ભાડુતી સુખ જેવા માને છે.” આ પ્રમાણે બહુ રીતે વીનવ્યા પરંતુ મૌન ધારણ કરી સર્વ સાંભળીને “સારૂં, સારૂં,' કહીને તે તે પાછો વાંચવાના ઉદ્યમમાંજ લાગી ગયે. તેથી શ્રીમતીએ તે બધી હકીકત પિતાના ભર્તારને નિવેદન કરી અને કહ્યું કે-“આ તમારે પુત્ર સર્વ શાસ્ત્રમાં કુશળ છે, પણ ગૃહવ્યવહારમાં મૂર્ખ હેવાથી ભૂખ જે દેખાય છે. કહ્યું છે કે