________________ ..નવમ પવિ. 568 मिच्छतं उच्छिंदीय, सम्मत्तारोवणं कुणइ निअकुलस्य / तेण सयलो वि वंसो, सिद्धिपुरीसंमुहं नीओ // 2 // જે પુરૂષે મિથ્યાત્વને ઉછેદીને પિતાના કુળમાં સમકિતનું આરોપણ કર્યું તેણે પિતાના આખા વંશને સિદ્ધિપૂરીની સન્મુખ કર્યો એમ સમજવું.' વળી જે કદી મિથ્યાત્વના આચરણથી પુત્ર થાય તે પણ દેવશર્મા બ્રાહ્મણની માફક પરિણામે તે દુઃખી જ થાય છે. તેની કથા આ પ્રમાણે દેવશર્મા દ્વિજ કથા. એક ગામમાં દેવશર્મા નામે બ્રાહ્મણે પુત્રપ્રાપ્તિ માટે પાદરદેવતાની આરાધના કરી, અને તેને કહ્યું કે-“ભગવતિ ! જો મારે પુત્ર થશે તે તારા દેવકુળના ભવ્ય દ્વારે કરાવીશ, મંદિરની પાસે અનેક વૃક્ષથી શોભતું તળાવ કરાવીશ, અને પ્રતિવર્ષ એક બેકડાનું બળીદાન આપીશ.” આ પ્રમાણે યાચના અને નિયમ કર્યા પછી દૈવસંગથી તેને પુત્ર થયે. હર્ષથી ભરેલા હૃદયવડે તેણે મહોત્સવ કરીને તે પુત્રનું “દેવીદત્ત' એવું નામ પાડ્યું. પછી દેવશર્માએ ભક્તિવડે દેવીના ભવનને ઉદ્ધાર કરાવ્યું, તેની નછકમાં તળાવ કરાવ્યું, તેની ફરતી પાળ ઉપર વૃક્ષો રોપાવ્યા, અને બ્રાહ્મણને લાવીને મેટી પૂજા કરાવી, દેવીની આગળ એક બેકડાને વધ કર્યો અને બ્રાહ્મણોને જમાડ્યા. આ પ્રમાણે તે પ્રતિવર્ષ કરતે હતે. અનુક્રમે તે પુત્ર યૌવન વયે પાયે, એટલે તેને પરણાવ્ય. અનુક્રમે આયુષ્યને ક્ષય થતાં ગૃહ અને પુત્રાદિની ચિંતામાં આર્તધ્યાનથી મારીને તે દ્વિજ તેજ નગરમાં બેકડે થયે. તેના પુત્ર વષને છેડે તેજ બેકડાને દ્રવ્યથી ખરીદ્યો અને થરે આયે. તે બોકડાને પિતાનું ઘર જઈને જાતિમણ શાન