________________ . . નવમ પવિ. પપ --- ઉષ્ણ તીર્થજળ વડે રાજસ્નાનની વિધિવડે રાજાએ રમાન કર્યું ન્હાતાં ન્હાતાં રાજાના હાથમાંથી રીસાયેલી સ્ત્રીની માફક મણિમુદ્રિકા નિર્માલ્ય કુઈમાં પડી ગઈ. સ્નાન કરીને શુદ્ધ રક્ત વસ્ત્ર વડે અંગ લુંછી બાવનાચંદનના રસવડે તેના ગાત્રો ઉપર સેવકેએ વિલેપન કર્યો પછી શુંગાર કરવાનો અવસરે આભૂષણ પહેરતાં રાજાએ આંગળી ઉપર મુદ્રિકા દેખી નહિ, ત્યારે તે શેધવા માટે આમ તેમ જોવા લાગ્યા. વારંવાર હાથની આંગળી સામું તે જોતા હતા, અને વિચારતા હતા કે–“રાજયના સારભૂત મારૂં મુદ્રારત્ન ગુમ થઈ ગયું. હવે શું કરું ?કેની આગળ વાત કરૂં? પારકાને ઘેર આવીને આળ આપવું યુક્ત નથી. આ પ્રમાણે તે વિચારતા હતા ત્યાં ભદ્રાએ નિપુણતાથી જાણી લીધું કે–“રાજાનું મુદ્રાદિ કાંઈ આભૂષણ ખોવાયું લાગે છે.” તેથી ભ્રકુટીની સંજ્ઞાવડે દાસીને કહ્યું કે–“ જળયંત્રવડે કુઈમાંથી આભૂષણે બધા બહાર કાઢ, જેથી રાજાની મુદ્રિકા નીકળશે.” દાસીએ તે પ્રમાણે કર્યું, એટલે મેટા નગરના શ્રીમંતે પાસે આવેલ નિધન ગામડીઆની જેમ સર્વ ઉંચા અલંકારોમાં રહેલા પિતાના નિર્માલ્ય મુદ્રારત્નને જોઈને રાજાએ દાસીને પૂછયું કે “આ બધા ઉત્તમ અલંકારે કેનાં છે?' દાસીએ કહ્યું કે–“મહા રાજ ! અમારા સ્વામી શાલિભદ્રના હમેશાં ત્યજી દીધેલા આ નિર્માલ્ય અલંકારે છે. તે સાંભળીને વિસ્મિત થયેલા રાજા ચિંતવવા લાગ્યા કે—“અહે ! પુન્યની ગતિ અનિર્વચનીય છે. અહી સ્વામી સેવકના પુન્યને અંતર જુઓ. પિતપોતાના વિચિત્ર અધ્યવસાયની પ્રબળતાથી કરેલી ધર્મકરણના વિચિત્ર ફળ મળે છે, એવી જૈન આગમની વાણી મિથ્યા થતી નથી. " ત્યારપછી પિતાની મુદ્રિકા ગ્રહણ કરીને શુદ્ધ વસ્ત્ર પહેરી