________________ અષ્ટમ પદ્વવ . પ૨૩ તે બાળકની દાનના આનંદથી સુધા–તૃષા નાશ પામી ગઈ, એટલે તે ઘરમાં આવી થાળીના કાંઠા ઉપર ચૂંટેલી ખીર ચાટવા લાશે, અને આપેલ દાનની તે બાળક અનુમોદના કરવા લાગે. “અહો ! આજે બહુ સારું થયું, આજે મારા મહાન્ ભાગ્યને ઉદય થયે, નહિં તે મારી જેવા રંકને ઘેર મુનિને દેવા ગ્ય ઉત્તમ ખીર ક્યાંથી હોય ? વળી બરાબર સમયે મુનિનું આગમન ક્યાંથી હોય ? કદાચ આ તરફ પધારે તે પણ આવા મહાનું શ્રેષ્ઠીઓને છેડીને મારે ઘેર તેઓ ક્યાંથી પધારે ? વળી મારા બાળકના નિમંત્રણ માત્રથી જ મારી વિનંતિ સ્વીકારીને તેઓ પધાર્યા, આવું અસંભવનીય ક્યાંથી બને? ખરેખર ! આજે કેાઈ મારા મહા પુણ્યનો ઉદય થયો કે જેથી વાદળાં વગર વૃષ્ટિ થઈ. આ પ્રમાણે વારંવાર અનુદન કરતાં તેણે મુનિદાનથી થયેલું પુણ્ય અનંતગણું વધાયું. પછી અત્યંત પ્રમોદથી પાસે પડેલી થાળી તે ચાટતે હતું, તેવામાં પાડોશીને ઘેર ગયેલી તેની માતા આવી. તે થાળીને ચાટતા બાળકને જોઈને વિચારવા લાગી કે–અહે ! મારે બાળક એક થાળી ભરીને ખીર ખાઈ ગયે, તે પણ હજુ સુધી તેને તૃપ્તિ થઈ નહિ. હમેશાં મારો પુત્ર આટલી ભુખ સહન કરતા હશે?” આ પ્રમાણે તેને ભુખે જાણીને ફરીથી તેણે ખીર પીરસી, પરંતુ તે બાળક તે ભેજન કરતાં જે દાન અપાયું હતું તેને જ બહુ માનવા લાગ્યું. જેવી રીતે ધનવંત પુરૂષ વ્યાપારમાં રોકાયેલ મુંડી કરતાં વ્યાજે મૂકેલ ધિનને વધારે માને છે તેમ તે દાનને અધિક માનવા લાગ્યું. તે બાળકે અતિ બહુમાનપૂર્વક આપેલ દાન અને તેની અનુમેદનાથી મેક્ષનગરમાં જવા ગ્ય તીવ્ર રસવાળું અને ભેગફળ આપનારૂં કર્મ બાંધ્યું. તે બાળકને અતિ માદક આહાર