________________ પ્રથમ પલવ. 17 સમય ગયા પછી એક દિવસ પાછલી રાતના તે બ્રાહ્મણ ઘણા લેભથી ઉંઘ ઉડી જવાને લીધે પિતાના વ્યાપારના વિચારે કરતે સતે ઉજાગર કરતો પડ્યો હતે. તેવામાં દેવભદ્ર શેઠને આપેલા પિતાના પૈસા અચાનક તેને યાદ આવ્યા તેણે વિચાર્યું કે-અરે! દેવભદ્ર શેઠને ઘરે હજાર રૂપિયા મેં મૂક્યા છે અને ઘણું સમય થયા છતાં હજુ મેં તેમની સાથે ખાતાની ચેખવટ કરી નથી; ચડેલ વ્યાજ પણ લઈ આવ્યું નથી, માટે આજે સવારે તેને ઘર જરૂર જઈશ, અને ચડેલ વ્યાજનો લેખ કરાવી લઈ, તે દ્રવ્ય મૂળ દ્રવ્યમાં ભેળવી બીજી લેખપત્રી કરાવી લઇ, ઘરે આવીને પછી જ બીજા કાર્યમાં ગુંથાઈશ.” આ પ્રમાણે પિતાના લેભી મનની મુંઝવણમાં જાગતાં જાગતાં જ તેણે આખી રાત પસાર કરી. સવાર પડતાંજ કપડાં પહેરી એક પાસે થઈને આગળ ચાલ્યું. હવે તે ચેકમાં બેઠેલા વેપારીઓ એક બીજાને કામે લાગી ઘુસપુસ કરવા લાગ્યા કે-“અરે ભાઈ ! આમ અ, તમને કાંઈક કૌતુક બતાવું. બીજાએ કહ્યું-વળી શું કૌતુક છે?” પહેલાએ કહ્યું કે–જુઓ પેલે ગરીબ કંગાળ જે દેખાતે બ્રાહ્મણ જાય છે, બેલે જઈએ ! તેની પાસે કેટલું ધન હશે?” અજા —એ બીચારા પાસે વળી શું ધન હશે? ભીખ માંગીને બિચારો પેટ ભરત હશે ! પૈસાદારના હેડાનું તેજ તે કઈ ઢાંકયું રહેતું હશે?” દુકાનદાર—(હસીને) “અરે ભાઈ! એની પાસે કેટલાય લાખ રૂપિયા છે, પરંતુ સારા પ્રસંગમાં પણ તેનું નામે કઈ લેતું નથી, એ લેભીનો તે રાજા છે.” - આ પ્રમાણે તેની વાત સાંભળી માથું ધુણાવતે તે અજાણ 3