________________ 512 ધન્યકુમાર ચરિત્ર. બેને લક્ષ્મી અનેક પ્રકારનાં સંકટમાં પાડે છે, જેવી રીતે સુચિવિદાદિક ત્રણે સંસારઅટવીમાં પડ્યા તથા દુઃખના સમુદ્રરૂ૫ સંસારમાં રવડ્યા અને ભટક્યા. સર્વે સંસારી જી પ્રત્યેક ક્ષણે લક્ષ્મીને માટે દોડાદોડી કરે છે. “આજ, કાલ, પરમદિવસ મળશે તે પ્રમાણે આશારૂપી પાસેથી જકડાયેલા મનુષ્ય લક્ષ્મીને આગ્રહ છોડતા નથી, અને લક્ષ્મી તે પુણ્ય કરેલ હોય તે પુરૂષ વિના બીજા કોઈને સંગ કરતી નથી, જેવી રીતે વેશ્યા ધનિક વિના અન્યને ઇછતી નથી, તેવી જ રીતે લક્ષ્મીનું પણ છે. આ ચારે પુરૂષમાં ભગદેવજ વખાણ્યા લાયક છે, કે જેણે ઈચ્છાનુસાર ત્યાગ, ગ, વિલાસાદિકથી લક્ષ્મીનું ફળ લીધું- હા લીધે, અને પુણ્યના બળથી મળેલી લક્ષ્મી વિધમાન હતી તે પણ તૃણની માફક તેને તજી દીધી. જે લક્ષ્મીએ સર્વને છેતર્યા, તે લક્ષ્મીને તેણે છેતરી, તેથી તે પ્રશંસનીય છે. હે કેરલકુમાર ! જે ધન હોય છતાં પણ તેને નાશ થઈ જશે તેવા ભયથી તેને ભગવતે નથી, આપતો નથી, ઉચિત સ્થાને ખતે નથી, બીજા કોઈના ઉપકાર માટે અથવા ખ્યાતિના કાર્ય માટે પણ જે ખર્ચ કરતું નથી, તેને સંચયશીલની જેવી સ્થિતિ પ્રાપ્ત થાય છે. ભલે ભવમાં દારિદ્રાદિ દુઃખથી દુઃખિત થઈને તે ભટકે છે–રખડે છે. જે કઈ આ લેકમાં સંચયશીલ જેવા દાન તથા ભેગાદિકથી રહિત-તેનાથી પરાભુખ રહે છે, તેઓ હાથીના કાનની જેવી ચપળ લક્ષ્મીવડે છેતરાય છે, અને ચાર ગતિના ફેરામાં પડીને દુઃખને અનુભવે છે. વળી જે પુરૂષ લક્ષ્મી પ્રાપ્તિને અનુકૂળ દાન તથા ભેગ કરે છે, અને પિતાના સુખની અપેક્ષા વગર જે પરોપકાર કરે છે, તેઓ ઉદયવંત પુરૂષની ગણનામાં આ લેકમાં ગણાય છે, તથા માન, પ્રતિષ્ઠા, આબરૂ અને મહત્વને