________________ 508 ધન્યકુમાર ચરિત્ર, સમિપે તેઓ ગયા. ગુરૂનાં દર્શન થયાં એટલે શિબિકામાંથી નીચે ઉતરી બંને હાથ જોડીને ગુરૂની પાસે જઈ, વિધિપૂર્વક તેમને વંદના કરી વિનંતિ કરી કે “હે કૃપાના ભંડાર ! અમે બંને રાગ, દ્વેષ, પ્રમાદ વિગેરેથી વિડંબિત થયેલા અને જન્મ, જરા, મરણ, શેકાદિક અગ્નિથી બળતા લેકેને જોઈને સંસારના ભયથી ઉદ્વિગ્ન મનવાળા થયા છીએ, અને રત્નના કરંડીઆ જેવા આત્માને લઈને આપને શરણે આવ્યા છીએ, તેથી ચાર ગતિનું દુઃખ નાશ કરવામાં સમર્થ એવું ચારિત્ર અમને આપો.” ગુરૂએ કહ્યું કે–“હે દવાનુપ્રિય! જેમ આત્માનું હિત થાય તેમ કરે, તેમાં કેઈને પણ પ્રતિબંધ ગણશે નહિ.” ત્યાર પછી ઉત્તર તથા પૂર્વ દિશાની વચ્ચે અશોક વૃક્ષની નીચે જઈને આભરણ અલંકારાદિક મૂકી દઈને સ્વયં પંચમુષ્ટિ લેચ કરવાને મિષે પાંચ પ્રમાદ અને શબ્દાદિ પાંચ વિષયને મૂળથી ઉખેડી નાખીને ફરીવાર ગુરૂ પાસે આવ્યા. પછી ગુરૂએ વિધિ અનુસાર પાંચે મહાવ્રતે ગ્રહણ કરાવ્યા. પછી રેહિણીની કથા સંભળાવીરે ચારિત્રમાર્ગમાં દઢ કર્યા અને આનંદ પમાડ્યો. ભગવતીને સંયમ આપીને ‘આને સંયમમાર્ગમાં પ્રવીણ કરજો તેમ કહીને મહત્તર સાધ્વીને સેંપી દીધી. ભગદેવ મુનિ વિવિધ પ્રકારના કૃત, સંયમ, અને તપ ધ્યાનાદિકના વેગથી નિરતિચારપણે ચારિત્ર પાળી અંતે અનશન કરીને સર્વાર્થસિદ્ધ નામના વિમાનમાં તેત્રીશ સાગરોપમના આયુષ્યવાળા દેવપણે ઉત્પન્ન થયા. ત્યાંથી થવીને મહાવિદેહમાં મનુષ્યપણે જમ્યા. તે ભાવમાં પણ ગ્ય અવસરે સંયમ ગ્રહણ કરી, ઘાતિ કર્મને ક્ષય કરી, કેવળજ્ઞાન પામીને અનેક ભવ્ય જીવોને પ્રતિબંધ કરી, અંતે અનશન કરીને પચ હવાક્ષર માત્ર કાળમાં ભેગને નિષેધ કરી સકળ કર્મને ક્ષય થવાથી