________________ અષ્ટમ પલ્લવ. 491 પૂછી. ભગદેવે મનમાં વિચાર્યું કે–“કેવળી ભગવંતનાં વચન અને ન્યથા થતાં જ નથી, તેથી હું અને નિવાસ કરીશ તો મારે સંદેહ ભાંગશે. તેમનાં વચન સાચાં અને ગુણકારી જ નીવડશે, તેથી અત્રે નિવાસ કરું.” આ પ્રમાણે મનમાં નક્કી કરીને સંચયશીલને તેણે કહ્યું કે–“હે શેઠ ! અમને એક સુંદર ઘર ભાડે લઈ આપો.” . સંચયશીલે પણ પિતાના ઘરની પાસેનું જ પિતાનું એક મેટું ઘર બતાવ્યું. ભગદેવ શેઠ ભાડું ઠરાવીને ત્યાં રહેવા લાગે. એક દિવસે સંચયશીલની પાની ધનસુંદરી કે જેણે ગર્ભ ધારણ કર્યો હતો, તેણે નવ માસની ગર્ભસ્થિતિ પૂર્ણ થતાં એક પુત્રને જન્મ આપે. સર્વે ઘરમાં રહેલા મનુષ્યને અપુત્રીને પુત્ર પ્રાપ્તિ થવાથી ઉત્સાહ થયે. શ્રેષ્ઠી તે વખતે બજારમાં ગયા હતા. ત્યાં એક દાસી મોટા લાભની આશાથી દેડતી ગઈ, અને દુકાને બેઠેલા શ્રેષ્ઠીને હર્ષપૂર્વક વધામણી દીધી. કૃપણમાં અગ્રેસર એવા શ્રેષ્ઠીએ તે સાંભળીને કહ્યું કે–“સારું થયું. પછી તેને કાંઈ પણ આપ્યા વિના વિસર્જન કરી. કેટલાક શેઠીઆઓ તે સાંભળીને ચિત્તમાં ચમત્કાર પામ્યા, અને મેઢામાં આંગળી નાખીને એક બીજાના કાનની પાસે આવીને કહેવા લાગ્યા કે–“અહે! આનું કૃપણપણું, ધૃષ્ટપણું અને નિલજપણું કેટલું છે? તેર કરોડ દ્રવ્યના સ્વામીની આટલી બધી કૃપતા !અરે આવી વૃદ્દાવસ્થામાં કુળક્રમને સાચવી રાખનાર પુત્ર થયે, પણ કાંઈ વધામણું પણ આપી નહિ. આ તે કે નિર્લજ? આનું હૃદય કેવું કઠણ હશે?” આમ વાત કરે છે તેવામાં એક વાચાળ શ્રેણી છે કે અરે શેઠ! પુત્રજન્મની વધામણીમાં શું આપ્યું?” શ્રેણીએ કહ્યું કે-“તેમાં શું આપવું? મનુષ્યની સ્ત્રી મનુષ્યને પ્રસરે છે, તેમાં