________________ 474. ધન્યકુમાર ચરિત્ર. નથી, તેથી હે કુમાર ! આવી રાજયલક્ષ્મી કે જે બહુ વિકાર કરવાના સ્વભાવવાળી છે, તે તે અજ્ઞાની માણસેનેજ પ્રતિબંધ કરનાર થાય છે, પણ ડાહ્યા તત્ત્વજ્ઞાની અને પૂર્વાપર લાભાલાભ જેનારને પ્રતિબંધ કરનાર થતી નથી, તેની ઉપર એક કથાનક કહું છું તે સાવધાન થઈને સાંભળે. સુચિદ અને શ્રીદેવ નામના બે મિત્રો વ્યવહારી હતા, તેને લક્ષમીએ મોટા બનાવીને ઉચ્ચ પદે સ્થાપિત કર્યા, પછીથી તે બંનેએ લક્ષ્મીને સ્થિર કરવા માટે શૌચ, પૂજા, બહુમાન વિગેરે કર્યું, પણ લક્ષ્મીએ તૃણની જેમ તેને નિર્ધન બનાવી દીધા. તેની કથા આ પ્રમાણે છે - સુચિદ અને શ્રીદેવની કથા. ભગપુર નામના નગરમાં સુચિદ અને શ્રીદેવ નામના બે વાણુઆ જુદી જુદી પિળમાં રહેતા હતા. તેઓ બંને પરંપરાથી વારસામાં આવેલી મહાલક્ષ્મીને સુખેથી ભેગવતા ગૃહવાસ ચલાવતા હતા. તે બંનેમાં જે સુચિદ હવે તેને શૌચધમ ઉપર બહુ પ્રેમ હતો. હમેશાં હાથમાં પાણીથી ભરેલ તાંબાનું વાસણ રાખીને ફરતે હતે. જયાં જ્યાં જતો ત્યાં ત્યાં પહેલાં ભૂમિ અથવા આસન પાણીની અંજળીથી છટી પવિત્ર કરીને પછી બેસતે. ગૃહકાર્યને માટે જે જે વસ્તુ લાવતો તે સર્વે જળવડે છાંટી શુદ્ધ કરીને પછી જ તે ઘરમાં મૂકતે. એક દિવસે તેને ઘેર માતંગે આવ્યા. તે વખતે તેની ગૃહિણી લક્ષ્મીવતીએ તેમને પૂછયું કે–“તમે કેમ આવ્યા છો?” તેઓએ કહ્યું“પ્રથમ ઘણું વર્ષ પહેલાં સુચિદના પિતાએ અમને વ્યાજે સોનામહોર દીધેલી હતી. ઘણે વખત તે વાતને થઈ ગયે, 1 .