________________ 472 ધન્યકુમાર ચરિત્ર. ક્ષણમાં ઝબકતી વિજળીની જેવું અરિથર સ્વભાવી છે. અજ્ઞાનીના વચનની જેમ દારૂણ પરિણામ લાવનાર છે, સંધ્યાના રંગના વિલાસની જેમ અજ્ઞાત રીતે ઉત્પત્તિ અને નાશવાળું છે, સમુદ્રના તરંગોમાં નાંખેલ તેલના વિસ્તારની જેમ અસ્થિર રચનાઓને વિસ્તાર કરનાર છે, કરંડીમાં રાખેલ સપની જેમ અપ્રમત્તપણે પળાય તેજ પાળી શકાય તેવું છે અને પ્રત્યેક ક્ષણે રૌદ્રધ્યાનના વિકલ્પનું મૂળ છે. લક્ષ્મીજ વિકાર કરનાર છે, તેમાં પણ રાજ્યલક્ષ્મી તે વિશેષ વિકાર કરનાર ને વિકળતા આણનાર છે; કારણ કે રાજ્યલક્ષ્મીથી સંવૃત્ત થયેલા પુરૂષે વિશાળ લેચનજળા હોય છતાં પણ અંધ પુરૂષની માફક સન્મુખ આવેલ મનુષ્યને પણ દેખતા નથી, બીજા જણાવે ત્યારે જ જાણે છે. કાન સહિત હોય છતાં પાસે બેલાતું હોય તે પણ બહેરાની માફક સાંભળતા નથી. મુખ તથા સ્પષ્ટ જિહવાઈદ્રિય હોય છતાં પણ મુંગાની માફક સામે ઉત્તર દેતા નથી. વળી રાજયમાં રહેનારા મંત્રી વિગેરે પણ રાજાની પાસે રહેવાથી ધૂર્ત અને ધૃષ્ટબુદ્ધિવાળા થઈ જાય છે તેઓ અતિશય જૂઠાણાં, કપટ, માયા, શપથ વિગેરે કૃવડે રાજ્યને પ્રસાદ મેળવીને મધુલિત હસ્તમાં જેટલાં તલ ચૅટે તેટલી વખત ખેટા સેગન ખાય છે, અને બેલે છે કે-“શત્રુને નિગ્રહ કરે તેજ રાજનીતિ છે.” આવાં અધમ વાવડે રાજાને જમાવે છે. આ ધૂર્તે રાજાને અનેક પ્રકારની દુબુદ્ધિ આપે છે. આ પ્રમાણે રાજયમદમાં મસ્ત થયેલા ચિત્તવાળા નિરંકુશ જનો સકળ જનેને સંતાપીને તથા વિષયાંધ થઈને ધર્મનો રાગ તથા ધર્મપ્રવૃત્તિની ભજના દેખાડે છે. ઉપરનો ડેળ કરે છે. અર્થના લેભી એવા તે પુરૂષના અવલંબનથી જેની આજીવિકા