________________ 470 ધન્યકુમાર ચરિત્ર. અકાર્યનું બધું સ્વરૂપ કહી–ચાડી કરીને તેને કારાગૃહમાં નખાવે છે; વળી રાજાદિકની પાસે કાંઈક સારી, માઠી વચનરચના કરીને તેને કાંઈક દંડ પણ કરાવે છે, અને કારાગૃહમાં ગયેલની પાસે જઈ ભય દેખાડીને તેનું સર્વસ્વ લુંટી લે છે, અને રંકની માફક તેને પિતાને સ્વાધીન કરી લે છે. આ પ્રમાણે કર્યા છતાં પણ પેલે ભૂખ મનુષ્ય તે એમ જાણે છે કે–આજ મારે ખરે હિતકારી પુરૂષ છે. પેલે ખળ પુરૂષ તે તેને તેવી રીતે આકષીને ઘર વિગેરે તેનું બધું લઈ લઈને તેને દરિદ્રી કરી મૂકે છે, અને તેને બહાર કાઢી મૂકે છે, તેની સામું પણ જેતે નથી, અને પેલે સ્થાનભ્રષ્ટ થયેલ મનુષ્ય અનેક દુઃખ અનુભવે છે, તેવી જ રીતે લક્ષ્મી પણ દુઃખ દેનારી છે. તેનું ચરિત્ર-પદ્ધતિ-કાર્યક્રમ આ પ્રમાણે છે. લક્ષ્મી મરણરૂપી દાન દેવામાં દક્ષ છે. દયા, દાન, સંવરાદિ ધર્મકૃત્યની વિધી છે. પહેલાં તો તે મહા કષ્ટથી મેળવાય છે, મળ્યા પછી મહા દુઃખથી તેનું રક્ષણ કરાય છે. ધનનું સંરક્ષણ તે સંરક્ષણનુબંધી રૌદ્રધ્યાન છે. લક્ષ્મીથી વૃદ્ધિ પામેલા અને લક્ષ્મી ઉપાજંન કરવામાં તત્પર થયેલા મનુષ્ય કુળમર્યાદાને ગણતા નથી, શીલને આચરતા નથી, શીલવંતને બહુમાન્ય ગણતા નથી, વૃદ્ધ અગર વિદ્વાનની દરકાર કરતા નથી, શ્રતને અનુસરતા નથી. * ધર્મને ઇચ્છતા નથી, આચારની ચિંતા કરતા નથી, જાતિ, કુળ, ધર્મ, દેશાદિકથી વિરૂદ્ધ આચરણ કરતાં તેને લજજા થતી નથી, પિતાના અપલક્ષણોને શૈધતા નથી, શૌચર્માદિ આચરતા નથી, પુષ્પમાળાદિકવડે તેમને માન આપ્યું હોય, આસેવના કરી હૈય, તે પણ ક્ષણ માત્રમાં તેઓ ફરી જાય છે. ચંડાળની જેમ વિનયાદિ ગુણેથી યુક્ત એવા પુરૂષને સંસર્ગ કરતા નથી,