________________ અષ્ટમ પદવ. 455 નિગીને નશીબે સર્વત્ર અવળું જ થાય છે. કહ્યું છે કે - अन्यद्विचिन्त्यते लोकर्मवेदन्यदभाग्यतः। कर्णे वसति भूषार्थोत्कीर्णे दरिद्रीणां मलः // લે કે જેમાં બીજો વિચાર કરે છે તેમ અભાગીને બીજું જ થાય છે. શોભા માટે વીંધાવેલ કાન દરિદ્રીને મેલ એકઠો કરવા માટે થાય છે.” જ્યાં ભાગ્યહીન જાય છે ત્યાં આપદા પણ તેની સાથે જ જાય છે. કહ્યું છે કેछित्त्वा पाशमपास्य कूटरचनां भक्त्वा बलाद् वागुरां / पर्यन्ताग्निशिखाकलापजटिला निःसृत्य दूरं वनात् / व्याधानां शरगोचरादतिजवेनोत्प्लुत्य धावन् मृगः। कूपान्तः पतितः करोति विमुखे किं वा विधौ पौरुषम् / / કૂટરચનાથી નાખેલ પાસ છેદીને તથા જોરથી નાંખેલી જાળ તેડીને મૃગલે ત્યાંથી છૂટ્યો, તેવામાં તે ઘણુ સમૂહવાળી અગ્નિના ઝપાટામાં આવી પડ્યો, ત્યાંથી પણ નીકળીને અતિ દૂર વનમાં તે ગયે, ત્યાં કોઈ પારાધીએ તેને તીર માર્યું, તેમાંથી પણ બહુ શિધ્ર ગતિથી દેડીને બચી ગયે, તેવામાં તે મૃગ કુવામાં પડ્યો. જ્યારે વિધિ વિપરિત હેય ત્યારે પુરૂષાર્થ શા કામ આવે છે” - પછી ભગ્નાશ થઈને તેઓ ધાન્ય વેચવા બેઠા, પણ કેઈની સાથે ભાવની સરખાઈ આવી નહિ, તેથી માર્ગમાં ધાન્યની ગુણેને સમૂહ ઉત્સાહ વિનાના તેઓને આમ તેમ પડ્યો રહ્યો. તે. વામાં વિવિધ પ્રકારના વાજી જેની આગળ વાગી રહ્યા છે, આસપાસ પાયદળ અને ઘોડેસ્વારે વીંટળાઈ વળેલા છે, બંદિજને અનેક રીતે જેની બીરૂદાવળી બોલી રહ્યા છે તેવી સ્થિતિમાં