________________ અષ્ટમ પદ્વવ. 453 "શક્યું નહિ, માત્ર ઘણું મહેનતે ધનસાર અને તેની પત્ની બે જણ શરીર ઉપર પહેરેલા વસ્ત્ર સહિત જીવતાં બહાર નીકળ્યા. કેઈન મુખથી સવારે આ વાત સાંભળીને તેઓ ત્રણે જણા ત્યાં આવ્યા, તે સર્વે રાજમહેલે અને નાના મોટા બધા આવાસ બળીને રાખ થઈ ગયેલા તેઓએ જેયા. તે જોઈને તેઓ બહુ ઉદ્વેગ પામ્યા; પરપર એક બીજાનાં મહેઢાં સામું જોતાં તેઓ નિઃશ્વાસ મૂકવા લાગ્યા. આ પ્રમાણે મનમાં દુઃખ ધારણ કરતાં તેઓ તરફ જોઈને તેના પિતાએ કહ્યું કે–“પુત્ર ! હવે તે બહુ થયું ! પાપના ઉદયથી આજે આ બધું ભમસાત્ થઈ ગયું તેથી હવે શું કરવું ? જેના ભાગ્યથકી અચિંતિત રીતે પણ જંગલમાં મંગળ થતું તે ધન્યકુમાર તો ઘર ભરેલું મૂકીને ચાલ્યા ગયે, તે હેત તે આવું થાત નહિ.” આ પ્રમાણે પિતાના મુખથી ધન્યની સ્લાઘા સાંભળીને તેઓને ક્રોધ ઉત્પન્ન થયે, અને કઠેર વચને વડે વૃદ્ધ પિતાને તિરરકાર કરતા તેઓ બેલ્યા કે–અહે! જાણું ! જાણું ! હજુ પણ તેના ઉપર તમારો તે ને તેજ મમત્વ છે. જે તે તમારે ગુણવાન પુત્ર હતું તે તે તમને મૂછીને શા માટે ચાલ્યા ગયા તમારી કૃતજ્ઞતા પણ જેવાણી. ભરણપોષણ તે હજુ અમે કરીએ છીએ, છતાં પ્રતિક્ષણે છાચારી એવા તેની પ્રશંસા કર્યા કરે છે ! અરે ! તમારે દષ્ટિરાગ અને તમારી ધૃષ્ટતા કેટલી છે?” આ પ્રમાણે ઘણું કડવા શબ્દોથી તેની નિર્ભર્સના કરી. પછી કેટલાક દિવસે એવી સ્થિતિમાં વ્યતિક્રમાવ્યા અને સ્ત્રીઓના ઘરેણાં વિગેરે વેચીને નિર્વાહ કરવા લાગ્યા. તેમ કરતાં ધીમે ધીમે જે કાંઈ હતું તેમાંથી પણ કાંઈક ખવાઈ ગયું, કાંઈક પડી ગયું,