________________ અષમ પવિ. 443 આવા છલવડે અંતરંગની તે મહદ્ ભક્તિથીજ આપને રાજગ્રહી લઈ જવાને ઈચ્છું છું. આપના આગમનથી શર્કરા ભેળવેલા દુધની જેમ ઘણા વરસના ઈચ્છિત ઈષ્ટની સિદ્ધિને સંગ થશે. તેથી હૃદયમાં કેઈ પણ જાતનું જરાપણ શલ્ય રાખ્યા વગર આપે મારા ભરથરૂપી તરૂને સફળ કરવા માટે હર્ષપૂર્વક રાજગ્રહી પધારવું. આ બાબતમાં મારા ચિત્તમાં જો જરા પણ બેટાઈ હોય તે મને આપ પૂજ્યના પાદના શપથ છે. હું રસ્તામાં પણ આપની યથાશક્તિ સેવા કરતે બહુમાનપૂર્વક રાજગૃહી લઈ જઈશ અને આપની તથા મારા પિતાશ્રીની અરસપરસ નિઃશલ્ય પ્રીતિ કરાવિને કેટલાક દિવસ સુધી આપના ચરણકમળની સેવા કરવાને મારો મોરથ પૂર્ણ કરી હું કૃતાર્થ થઇશ, માટે આપે જરા પણ અંતર ગણવે નહિ. મગધના લેકે પણ રાજરાજેશ્વર એવા ભાલવપતિના દર્શન કરીને પાવન થશે.” આ પ્રમાણે મિષ્ટ અને ઈષ્ટ વાણી વડે પ્રધોતરાજને તૃપ્ત કરીને–આનંદ પમાડીને અને ઉaસાયમાન કરીને તેમજ સ્વસ્થ કરીને તેઓ રાજગૃહીને રસ્તે ચાલ્યા; સાત દિવસે અભયકુમાર રાજગૃહી નગરીની નજીક આવી પહોંચ્યા. અભયકુમારે પ્રથમથી મેકલેલ માણસેએ શ્રેણિક મહારાજને વધામણી આપી હતી. શ્રેણિકે વધામણી આપનારાઓને યાચિત દાન આપીને રાજી કર્યા હતા; પછી ઠાઠમાઠ અને આડંબર સહિત રાજ્યના સર્વે સભ્યોને અને ધન્યકુમારને સાથે લઇને શ્રેણિક રાજા ચંડપ્રદ્યોત રાજાની સામે આવવા નીકળ્યા. અહીં અભયકુમારે પણ પ્રદ્યોતરાજાને ઉત્તમ અવાળા રથમાં બેસાડ્યા, બંને બાજુ ચામરે વીંજાવા લાગ્યા, આગળ હજારે સુભટે ચાલવા લાગ્યા, સેંકડે બંદીજને બિરદાવળી બેલવા