________________ ધમકુમાર ચરિત્ર. કરે ? હવે તે તમે ધાર્યું છે તે તીર્થે જશે એટલે દેવીની કૃપાથી તમારા ઇછિતની સિદ્ધિ અવશ્ય થશે.” આ પ્રમાણે સર્વે એકઠા મળેલા લેકેએ આશીષ દીધી, ત્યારપછી શ્રેણીએ વાછત્ર વગાડનારાઓને, બંદીજનેને, ભિક્ષુકને તેમણે મુખે માગ્યું તે પ્રમાણે આપીને અને સર્વ મહેને નમસ્કારાદિ યથોચિત વ્યવહાર કરીને મહા કષ્ટવડે પાછી વાળ્યા. શ્રેષ્ઠીને પણ ઇચ્છિત કાર્યની સિદ્ધિ થઈ. પછી હર્ષપૂર્વક રથઉપર બેસીને અભયકુમાર આગળ ચાલ્યા. પાંચેક જન ભૂમિ ઉલ્લંધી ત્યારે પિતાની સાથેના માણસને મેળાપથઈ ગયે. પ્રથમથી જ એક જનને છે. અને અર્ધા એજનને છે. રથળે સ્થળે પૂર્વથી સંકેત કરી રાખ્યું હતું તે પ્રમાણે રથ, અશ્વ, સિપાઈ, ઉંટ વિગેરે તૈયાર હતા. તે તે સ્થળે વાહન તથા સિપાઈઓની ફેરબદલી કરીને એક સરખી અવિચ્છિન્ન ધારાથી તેઓ રાજગૃહી તરફ ચાલ્યા. થાકી ગયેલા અશ્વો અને સેવકો પાછળ રહેતા હતા અને સ્થળે સ્થળે રહેલા નવા અથાદિક સાથે ચાલતા હતા. આ રીતે માર્ગ કાપતાં બહુ દૂર ગયા, એટલે અભયકુમારે સેવકોને હુકમ કર્યો કે–“ખાટલામાં રહેલા રાજાના બંધને દૂર કરે, મેટા અથવાળા સુંદર રથમાં તેમને બેસાડો. અરવારે ચારે બાજુ ફરતા રહે, છત્રીઓ વડે તેને તડકે દૂર કરે, અને કેઈ પણ સ્થળે રોકાયા વગર માર્ગ કાપે. વળી તે રાજા જે જે હુકમ કરે તે તે સર્વ તરતજ તેની આજ્ઞાનુસાર કરે. હું પણ પાછળ પાછળ આવું છું.” પછી સેવકોને તે પ્રમાણે કરતા જોઈને તેને આશય જાણતાં છતાં પણ પ્રદ્યોતે પૂછયું કે “કોના હુકમથી આ મારા બંધને છોડી નાખો છે અને મને મેટા રથમાં બેસાડે છે?” તેઓએ કહ્યું કે-“અમારા