________________ આમ પવિ. 43 ઘણે વિનય દેખાડતી રાજાને અંદર લઈ ગઈ. અંદર લઈ જઈને તે બંને બોલી કે-“પધારે સ્વામિ ! પધારે પ્રાણનાથ ! આજે આપણા સર્વે મને રથ સફળ થયા. આજે તે ગંગાનદી તેિજ અમારે ઘેર સ્વતઃ આવી, આજે મેતીને વરસાદ વરસ્ય, કારણકે તમારે મનશ્ચિતિત સંગ થયે.” આ પ્રમાણેનાં શિષ્ટ વચનેવડે રાજાને સંતોષીને, તેને હાથ ભી બહુમાનપૂર્વક ચિત્રશાળામાં તેઓ તેને લઈ ગઈ અને એક સામાન્ય પલંગ ઉપર બેસાડ્યા. પછી તે બંનેએ અંદર ઘરમાં જઈને સંકેત પ્રમાણે શ્રેષ્ઠીને જણાવી દીધું કે-“કાર્ય થઈ ગયું છે–રાજા આવ્યા છે. આ પ્રમાણે જણાવીને પાછી તેઓ ચિત્રશાળામાં આવી, અને ખાનપાન, તાંબુળાદિક પાસે ધરીને ડીવાર સુધી તેમની સાથે વાતચિત કરી. પછી ઘરની અંદરના ભાગમાં રાજાને લઈ ગઈ. ત્યાં કેઈ નવીન વસ્તુ હાથમાં લઈને રાજાની પાસે આવી અનેક પ્રકારની વાર્તા અને હાસ્યાદિક તેઓ કરવા લાગી. રાજા તે તેઓને અતિશય આદર જોઈને રાગાંધજ થઈ ગયે, બીજે કંઈ પણ જાતને તે વિચારજ કરતે નહેાતે. આ પ્રમાણે શિષ્ટાચાર તથા આનંદની વાત કરતાં અડધી ઘડી ગઈ, એટલે પૂર્વે સંકેત કરીને રાખેલા માણસે આજુબાજુથી આવ્યા અને કહેવા લાગ્યા–“અરે શેઠાણુઓ! અંદર કોણ છે?તમે કોની સાથે વાતચિત કરે છે ? શેઠ હજુ તે ગયા નથી તેવામાં તમે આ શું માંડ્યું છે?” આમ કહીને આસપાસ દેડવા લાગ્યા અને અંદર આવ્યા. ત્યાં રાજાને બેઠેલા દેખીને તેને વીંટળાઈ વળ્યા, અને બોલ્યા કે–“અરે દુષ્ટ ! તું કેણ છો? શું તને મરણપ્રિય છે? અમારા સ્વામીના મંદિરમાં આનંદ કરવા માટે તું કેમ આ