________________ અષ્ટમ પલ્લવ. 435 “આની પીડાથી પીડિત થયેલા શ્રેષ્ઠી તીર્થયાત્રાએ જાય છે, હમેશાં આવી વિડંબના કેણુ સહન કરે? આ શ્રેષ્ઠીને ધન્ય છે, તેના બ્રાતૃપ્રેમને પણ ધન્ય છે, કે જેથી તે હમેશાં આવી રીતે નિર્વાહ. ચલાવે છે. આ પ્રમાણે સાંભળતા તે શ્રેષ્ઠી બહાર જતા હતા, પણ બહુ દિવસ થવાથી કોઈ ઉભું થતું નહિ, તેમ તે બાબતમાં કેઈ કાંઈ પૂછતું પણ નહિ. જયારે કેઈ કઈ બેલતું ત્યારે પાસે ઉભેલ બીજે જવાબ આપતા કે- “તમાં આશ્ચર્ય શું છે? આ તે હંમેશની ક્રિયા છે, સર્વે નગરજનોને તે સુવિદિત છે. પૂર્વ જન્મમાં કરેલા કર્મોને વિપાક આ ભગવે છે, માટે મનને સ્થિર કરીને તથા મૌન ધારણ કરીને જે કાંઈ કામકાજ હેય તે કરે.” આ પ્રમાણે કરતાં પ્રયાણ દિવસને એક રાત્રી બાકી રહી, તે વખતે તે બંને વેશ્યાઓએ પિતાની પ્રિય સખીને દૂતને ઘેર મેકલી. તેણે ત્યાં જઈને તે દૂતીને કહ્યું કે–“કાલે પહેલી ચાર ઘડી ગયા પછી અમારે સ્વામી પ્રયાણ કરશે, સર્વે બાહ્ય અને અત્યંતર સ્થળે રક્ષનાર સેવકો કેટલેક સુધી વળાવવા માટે જશે, તેઓ બધા પાછલા પહેરે પાછા આવશે, તેથી સવારે એક પહેર દિવસ ચઢે ત્યારે રાજાજી સામાન્ય વણિકના વેષવડે એકલા જ આવે. તે વખતે હું તેડવા માટે આવીશ, આગળ આગળ દૂર દૂર ચાલીશ, તે વખતે મારી પછવાડે મહારાજા બીજા કોઈને જાણે તેવી રીતે વસ્ત્રાદિકથી. માથું વિગેરે ઢાંકીને ગુપ્ત દ્વાર પાસે આવે. હું તેની આગળ જઈને દ્વાર ઉઘાડીશ. કાલે બે પહેર સુધી ઘર આખું માણસ વગરનું રહેશે. તેથી મનના ધારેલ સર્વે મને સફળ થશે, તમે મને રાજાની પાસે લઈ જાઓ, કે જેથી આ સર્વ હકીકત હું તેમને નિવેદન કરૂં.”