________________ 428 ધન્યકુમાર રાત્રિ. છે તેનું વર્ણન કરવાને અમે સમર્થ નથી. કોઈ પૂર્વ જન્મમાં આ દ્રઢ રાગ થાય તેવું કર્મ બાંધ્યું હશે, તેને ઉદય થયો જણાય છે. તેઓ અમારા હૃદયમાંથી ક્ષણવાર પણ ભૂલાતા નથી. બીજે દિવસે પણ તેમના દર્શનની ઉત્સુકતા થઈ. તે જ વખતે પાણીમાં સિતોપલા (સાકર) મળે તેમ તેમના દર્શનનું સુખ અનુભવ્યું. વળી પાછા પ્રથમની માફક તેમને વિયેગથે, એટલે ક્ષત ઉપર ક્ષાર નાખવાની જેમ અતિશય દુ:ખ ઉત્પન્ન થયું. પ્રખ્યાત ચેરનું ચેરી કરતાં મૃત્યુ થાય ત્યારે તેની મા કેની આગળ તે વાત કહે? તેની માફક રાજાના વિયેગથી થયેલું દુઃખ અમારે કોની પાસે કેહેવું? તે દિવસથી હમેશાં સરસવ જેટલું સુખ પણ મેરૂ જેટલા દુઃખરૂપે અમે અનુભવીએ છીએ. તે દુઃખને નિવારવા અમારા આત્માને અમે ઘણું શીખામણ આપી કે–અરે જીવ! અંતર્ગડુની તું કેમ આશા કરે છે? સ્વર્ગમાં રહેલ કલ્પવૃક્ષની જેમ આ સર્વ આશા નિષ્ફળ છે. તું કોણ? આ રાજા કોણ ક્યા ઉપાયથી તારે અને તેને મેળાપ થાય? જાતિ, કુળ, સ્વામી, ગૃહ, લેક, વૃદ્ધાદિકના ભયમાં તું પડે છે, તેનાથી પણ વિષમ એવી રાજ્યરિથતિ ઉલંધી શકાય તેમ નથી, તેથી તારો ને તેને સંગ કેવી રીતે થશે? વળી આ લેકમાં અતિગુપ્ત રીતે પાપ કરીએ તે પણ જે અતિ દુર્ગધી લશનાદિના ભક્ષણની માફક તે વિદિત થાય તે અમારા સ્વામીનાથ અમને ઘર બહાર કાઢી મૂકે, લેકમાં નિંદા થાય અને અનેક દુઃખ આવી પડે. વળી પરકમાં પણ કુંભીપાકની પીડા, તપેલી લેઢાની પુતળીનું આલિંગન, વૈતરણી ઉતરવી, તથા છેદન, ભેદન, તાડન, તર્જનાદિક અનેક પ્રકારની નરકરક્ષક પરમાધામીએ કરેલી ન ચિંતવી શકાય તેવી પીડા