________________ 414 ધન્યકુમાર ચરિત્ર. ગાંડાની માફક બેલે છે અને ધૂળ ઉડાડે છે. હમેશાં તે ઘરની આસપાસ ફરે છે, તેથી તેને પકડીને ઘરમાં લઈ જઈને રાખીએ છીએ. આજે તે તે કાંઈક બહાર નાસી ગયે છે, તેને પત્તો જ લાગતું નથી. તે દુ:ખવડે દુઃખિત થયેલે તડકામાં પણ બહાર નીકળીને હું અહીં આવ્યો છું, બીજું કોઈ કારણ નથી.” તે સાંભળીને કેઈએ કહ્યું કે “અમુક ચતુષ્પથમાં તમેએ વર્ણવ્યા પ્રમાણેને જ માણસ પરિભ્રમણ કરે છે અને ગાંડ પણ દેખાય છે. તે બેલે છે કે હું પ્રદ્યોતરાજા છું, આ નગરને સ્વામી છું, આ સર્વે મારા સેવકો છે.” લેકનાં કેળાં તેની પછવાડે ભમે છે અને તેને હેરાન કરે છે–ખેદ પમાડે છે. તે પણ લેકે ઉપર ધૂળ ઉડાડે છે. આ પ્રમાણેનાં તેનાં વચન સાંભળીને અપાત કરતાં અભયશ્રેષ્ઠી તરતજ સર્વ લેકેની સાથે ત્યાં ગયા. શ્રેષ્ઠીના સેવકે અને લેકેએ મળીને તેને પકડ્યો, વળી જરા સમય મળતાં જ તે ભાગે, વળી ફરીવાર પકડ્યો, ઘણી મહેનત કરી પણ તે આગળ ચાલતે નહોતે, તેથી સેવકે ઘેરથી એક ખાટલે લઈ આવ્યા. પછી તેને પકડીને ખાટલામાં નાખીને બંધવડે બાંધીને સેવકે એ તે ખાટલે ઉપાડ્યો, અને ઘર તરફ ચાલવા લાગ્યા. તે વખતે ખાટલામાં બેઠેલે તે પૂર્વે શીખવ્યું હતું તે પ્રમાણે જેમ તેમ બેલવા લાગે. તે દેખીને લેકો કહેવા લાગ્યા કે–“અહો ! આવા ગુણવંત શ્રેષ્ઠીને પણ આવું મોટું દુઃખ દેખાય છે !! આ અસાર સંસારમાં કઈ પણ મનુષ્ય પૂર્ણ સુખથી સુખી હોય તેમ દેખાતું નથી. કોઈ ને કોઈ દુઃખ તે હેયજ છે.” આ પ્રમાણે બનાવ બન્યા પછી તેને ઘેર લઈ ગયા અને લેકે વિખરાઈ ગયા. સર્વે લેકે શ્રેષ્ઠીનીજ ચિંતા કરતાં ઘરે ગયા.