________________ 408 લખ્યકુમાર શરિત્ર. ધન્યકુમારને માથે રાખીને શ્રેણિક રાજાની રજા લઈ ઉત્તમ દિવસે શુભ મુહૂર્તે શુભ શુકનેથી ઉત્સાહિત થયેલા અભયકુમારે રાજગહીથી માળવા દેશ તરફ પ્રણય કર્યું. બન્ને રૂપવંત તરૂણીઓને વસ્ત્રાચ્છાદિત રથમાં બેસાડી. કેટલાક સુભટે આગળ અને પાછળ ચાલવા લાગ્યા. ઘણી દાસીએને તે રથની રક્ષા કરવા માટે રાખી. જયારે કેઈ પૂછતું કે આ રથમાં કેણ છે. ત્યારે રથની પાસે રહેનારા સુભટે બેલતા કે–“જનાને છે.એક ડાળીમાં પ્રદ્યોતરાજાના રૂપને મળતી આકૃતિવાળા પુરૂષને બેસાડ્યો હતો, તે શીખવી રાખ્યા પ્રમાણે ગમે તેવાં વા બેલતે હતે. અભયકુમાર પતે ઉત્તમ અને વાળા રથમાં બહુ દૂર દેશના વસ્ત્રોથી સજજ થઇને બેઠા હતા. આ ગળ અનેક સુભટે ચાલતા હતા. અને તેની પછવાડે કરિયાણાના ભરેલાં ગાડાં, ઉંટ, બળદ વિગેરે સુભટેથી રક્ષિત થયેલા ચાલતા હતા. આ પ્રમાણે અવિચ્છિન્ન પ્રયાણ કરતાં અનુક્રમે તેઓ અવંતીનગરીએ પહોંચ્યા. બહુ મોટું ભંટણું લઈને અનેક દેશાંતરીય વેષધારી સુભટથી પરવરેલા અભયકુમાર રાજસભામાં રાજા પાસે ગયા. રાજા પાસે ભેટથું મૂકી રાજાને નમસ્કાર કરીને યથાગ્ય સ્થાને તેઓ બેઠા. રાજા પણ અદ્ભુત ભેટશું જોઈને પ્રસન્ન થઈ આદરપૂર્વક તેના તરફ જોઈને બોલ્યા કે“અહે શ્રેષ્ઠિન ! કયા દેશથી તમે આવે છે ?" ત્યારે અભયકુમાર બે હાથવતી હેડું ઢાંકીને અવાજ ફેરવીને બેલ્યા કે– સ્વામિન !અમે બહુ દૂરદેશથી આવીએ છીએ. જે સ્થળે રામચંદ્ર સમુદ્રનું ઉલ્લંઘન કરવા સેતુબંધ બાંધે છે તે સ્થળે પૃથ્વીભૂષણ નામે અમારૂં નગર છે. ત્યાં અરિમર્દન નામે રાજા છે, તે પ્રબળ