________________ 4.6 ધન્યકુમાર ચરિત્ર. આ રાજયદ્ધિ, આ સમૃદ્ધિ અને હું તે સર્વને તમારે પિતાનાજ ગણવા, તેમાં જરા પણ સંદેહ કરે નહિ.” આ પ્રમાણેની અભયકુમારની વાણી સાંભળીને ધન્યકુમાર બેલ્યા કે– મંત્રીરાજ ! આપની જેવા સજજને તે ગુણેથી ભરેલા હોય છે, કૃપાળુ હૃદયવાળા, કૃતજ્ઞ, અને પારકાના પર માણુ જેવા નાના ગુણને પણ પર્વત જેવા મેટા કરીને બતાવનારા હોય છે. અલ્પ ગણવામાં સજજન પુરૂષો મેટાઈને આરોપ કરે છે. હું તે કણમાત્ર છું? હું તે એક વ્યાપારી વાણિયે માત્ર છું ! મારાથી શું થઈ શકે તેમ છે? અપાર પુન્યની ગાદિથી ભરપૂર એવા આપના પુન્યથી જ સર્વ કાર્યો સિદ્ધ થઈ શકે છે. સેવક પુરૂષ જે જ મેળવે છે તે સ્વામિનું જ પુન્ય છે છે તેમ જાણવું.” આ પ્રમાણે પરસ્પર પ્રશંસા કરવાવડે પરસ્પરના હૃદયનું આવજન કરવાથી અતિશય ગાઢતર રાગ અને પ્રેમસંબંધ બંને વચ્ચે થઈ ગયે. તે દિવસથી હમેશાં મળવું, જિનયાત્રાદિ સાથે કરવા જવી, રાજસભામાં સાથે બેસવું, વન-ઉપવનાદિ સાથે જોવાં જવું–આ પ્રમાણે બધાં કૃત્યે તેઓ સાથે રહીને જ કરતા હતા. કોઈ પણ કાર્યની વ્યગ્રતાથી કઈ દિવસ બન્નેને મેળાપ ન થાય તે તે દિવસ બન્નેને મહાદુઃખ ઉપજાવનાર થતું હતું. આ પ્રમાણે મહામાત્ય અભયકુમાર ઈશ્વરને કુબેરની સાથે જેમ પ્રીતિ સંબંધ હતો તેમ ધન્યકુમાર સાથે પ્રીતિ તથા મિત્રતા ધારણ કરીને સુખ અનુભવવા લાગ્યા. છએ પ્રકારના મિત્રતાના લક્ષણ પૂર્ણપણે તેઓ 1 દેવું, લેવું, ગુહ્ય કહેવું અને સાંભળવું, ખાવું, અને ખવરાવવું આ છ પ્રીતિનાં લક્ષણ નીતિશાસ્ત્રમાં કહેલ છે.