________________ ધન્યકુમાર ચરિત્ર. તરત જ ફળ આપનારી થાય છે. તેના ઉપર ગુણસાર શ્રેષ્ઠિનું દ્રષ્ટાંત કહે છે. પુણ્યાનુબંધિપુણ્ય ઉપર ગુણસાર શ્રેષ્ઠિનું દષ્ટાંત. એક મોટા શહેરને વિષે ગુણસાર નામનો શ્રેષ્ટિ રહેતો હતો, તે બહુજ લક્ષ્મીવાન, તેજસ્વી તથા કોઈથી ગાંજે ન જાય તે હતું. એક દિવસ તેને સવારના પહેરમાં એક સારા ગુરૂ સાથે ભેટે થયે. તેણે તેમને નમસ્કાર કર્યા. દયાર્દ્ર તે મુનિએ ધર્મલાભ દઈને જીવ–અજીવ વિગેરે પદાર્થોનું સત્ય સ્વરૂપ પ્રકાશિત કરતાં ધર્મને તેના ગૂઢ રહસ્ય સહિત ઉપદેશ કર્યો. તેણે પણ ઘણાજ રસથી તથા ઉત્સાહથી તેને પિતાના હૃદયમાં ધારણ કર્યો. અસાધારણ સંગથી રાજી રાજી થઈ સમ્યક્ત્વ સાથે ગૃહસ્થ ધર્મ તેણે અંગીકાર કર્યો. ત્યારપછી હંમેશાં તે એકાંતરે ઉપવાસ, પ્રસંગ પ્રાપ્ત થતાં સુપાત્રે દાન તથા અન્ય નિયમ અંગીકાર કરવા લાગે. આમ કેટલાક દિવસ વ્યતીત થતાં ગુરૂસંગના પ્રભાવે તે ધર્મકરણમાં કુશળ થઈ ગયે; અને વધતા જતા અધ્યવસાયે તે ધર્મ પાળવા લાગ્યો. - કેટલેક સમય વીત્યા પછી પૂર્વના કોઈ પાપકર્મના ઉદયથી તેની લક્ષ્મી નાશ પામી, તે પણ ધર્મપ્રતિ પોતાનો આગ્રહ તેણે છોડ્યો નહીં. કેઈ નિકાચિત પાપના ઉદયથી અત્યંત ગરીબ થઈ જવાને લીધે તે બહુજ મુશ્કેલીથી પિતાને નિર્વાહ ચલાવવા લાગે. “ધન જતાં સહાય કરવા કણ ઉભું રહે છે?' એક વખત તેની સ્ત્રીએ કહ્યું કે “હે સ્વામી! આપણું સર્વ નાશ પામ્યું, ધન સિવાય કઈ મદદ પણ કરતું નથી. ગરીબ અવસ્થામાં પૈસા કોણ આપે? માટે તમે મારા પિતાને ઘરે જાઓ. મારી ઉપરની