________________ 382 ધન્યકુમાર ચરિત્ર. અને જંતુઓ સર્વે બળી ગયા અને તે પણ વનની જવાળામાં પડીને મરણ પામે. આ પ્રમાણે પ્રત્યક્ષ જોઈને ચમત્કાર પામેલે રાજા બોલ્યો કે-અહે! હું તારા ઉપર તારા બુદ્ધિકૌશલ્યથી બહુ પ્રસન્ન થયે છું; તેથી તારા અત્રેના બંધમાંથી છૂટા થવા સિવાયને કોઈ પણ વર તું માગ” આ પ્રમાણેનું રાજાનું વચન સાંભળીને અભયકુમારે કહ્યું –“મારૂં વરદાન હાલ ભંડારમાં રાખે, અવસર આવ્યું હું તે માગી લઈશ.” રાજાએ કહ્યું ભલે ! તેમ થાઓ.” પછી બધા રાજદ્વારે પાછા આવ્યા. અભયકુમારની આ બનાવથી સર્વત્ર ઘણી ખ્યાતિ થઈ. 2. પ્રધાન રાજાને વાસવદત્તા નામે એક પુત્રી હતી. તે સ્ત્રીઓની ત્રેસઠ કળામાં કુશળ થઈ હતી, પરંતુ સંગીતરત્નાકરાદિ ગ્રંથમાં કહેલ એક ગીતકળામાં તે પ્રવીણ થઇ ન હતી. તે કળાને અભ્યાસ કરવા માટે એક કુશળ પાઠકને શેધવા સારૂ તેણે પિતાના પિતાને વિજ્ઞપ્તિ કરી કે–“પિતાજી ! મારે સંગીતશાસ્ત્રને અ ભ્યાસ કરે છે, તે માટે અતિ અદ્ભૂત એવા સંગીતશાસ્ત્ર ભણાવવામાં કુશળ જેના જે બીજે કઈ ન હોય તે (અદ્વિતીય), કોઈ ઉત્તમ પાઠકને આપ બોલાવીને મને સેપે.” રાજાએ કહ્યું“વત્સ ! ચિંતા કરીશ નહિ, સ્વદેશ પરદેશમાં સર્વત્ર શોધાવીને બહુમાનપૂર્વક તેને અત્રે બેલાવી તારી ઈચ્છા હું પૂર્ણ કરીશ. બહુ રત્ના વસુંધરા છે, અર્થાત્ પૃથ્વી ઉપર અનેક રત્ન હોય છે શોધતાં શોધતાં તેવા ઉત્તમ પાઠકને સંગ થઈ જશે.” આ પ્રમાણે પુત્રીને સંતોષીને સભામાં આવી સચિને રાજાએ કહ્યું કે “અરે સચિ! કોઈ સંગીતશાસ્ત્ર શીખવવામાં કુશળ એવા પાઠકને શોધી આપે. " તે સાંભળી સચિએ કહ્યું કે-“મહા