________________ - અષ્ટમ પલ્લવ. 377 * IS + + 3 અષ્ટમ પલવ. હવે આઠમા પલ્લવમાં પ્રથમ કહેલ ચંડપ્રોત અને અભયકુમારની બાકી રહેલ કથામાંથી અભયRe Gજ કુમારે ચંડપ્રદ્યોત પાસેથી મુક્તિ કેવી રીતે મેળવી તે ભાગ કહે છે. ચંડપ્રદ્યોત રાજાના રાજ્યમાં ચાર મહા અમૂલ્ય અદ્વિતીય એવાં રત્ન હતાં. કહ્યું છે કે- જે જે જાતિમાં જે ઉત્કૃષ્ટ, તે રત્ન કહેવાય છે. તે ચારમાં (1) કાગળ પત્ર લઈ જનાર લેહજંઘ નામે દૂત હતે. (2) સતીઓમાં અગ્રેસર એવી શિવાદેવી નામે તેમની પટ્ટરાણી હતી.(૩) દેવેથી ધણીત એ દિવ્ય અગ્નિભીરૂ નામે રથ હતો. () અનલગિરિ નામનો એક ઉત્તમ ગંધહસ્તી હતે. આ પ્રમાણેનાં ફુરાયમાન પ્રભાવવાળા આ ચારે રત્નોથી ચાર દાંતથી ઐરાવત હસ્તી શોભે તેમ સર્વ રાજાઓથી સેવાતો ચંડપ્રોત રાજા બહુ શોભતે હતો. તેમાં લેહજંઘ નામે જે દૂત હતે તે એક દિવસમાં પચીશ જન (સે ગાઉ) ચાલી શકતે હતે. તે લેહજંઘને કોઈ વખતે રાજાની આજ્ઞાથી ભરૂચ વારંવાર જવું પડ્યું હતું. તે એક જ દિવસમાં ભરૂચ જઈ પહોંચતે અને બીજે દિવસે સ્વામીએ ફરમાવેલ કાર્ય કરી લેખો વિગેરે લઈને ઉજયિની પાછા આવતું હતું. આ પ્રમાણેની શિઘ્રતાથી તે ગમનાગમન 48