________________ 372 ધન્યકુમાર ચરિત્ર. પામ્ય અને વિચારવા લાગે કે_બહુ સારું થયું. દેવીના બળથી હું તે નળીમાં પેશીને બહાર નીકળીશ અને સાચે ઠરીશ. પછી તે ઘર, તે ધન અને સર્વ મારૂ જ થશે. મૂળ ધનકર્મા તે તે સાંભળીને ચિંતામાં પડ્યો અને વિચારવા લાગે કે-“આ અતિ નાના નાળવામાં પેસવું અને નીકળવું એ બંને દુષ્કર છે, આ ન્યાયથી મારું શું થશે?” આ પ્રમાણે તે ચિંતામાં પડ્યો. વળી ફરીથી ધન્યકુમારે કહ્યું કે-“અરે દેવી અને દે ! જે હું સાચે ધનકર્મા હેકંત આ પિલાણવાળી નળીમાં પેસવાની અને નીકળથવાની મને શક્તિ આપે. આ પ્રમાણે કહીને બંનેએ દિવ્ય કરવું. તેમ કરવાથી જે સાચે હશે તે તરતજ જણાઈ આવશે.” આ પ્રમાણે કહીને ધન્યકુમાર બોલતાં બંધ રહ્યા, કે તરતજ ખોટો ધનકર્મા તે દેવીની સહાયથી તે પલાણવાળી નળીમાં પેશીને બહાર નીકળે. બહાર નીકળીને જે તે રાજાના પગને સ્પર્શ કરવા ગયે કે તરતજ ધન્યકુમારે તેને ચેટલીએથી પકડીને રેકી રાખે, કારણ કે વંતરાધિષ્ઠીત શરીરવાળો માણસ શિખાનું ગ્રહણ થતાં આગળ ચાતા ? રક્તમાનું રહેતું નથી. ધન્યકુમારે પછી રાજાને કહ્યું છે. સ્વામિન ! આ તમારે ચાર છે, અને પેલે સાચે ધનકર્મા છે. આ કોઈ દેવ અગર દેવીના બળથી નળીમાં પેશીને નીકળી શક્યો છે, પરંતુ તે ખોટે છે. આ બધી વિડંબના આ કપટીએ કરી છે. બીજાના ઘરની લક્ષ્મી વાપરી નાખી છે અને પિતાની જાતને છુપાવી છે. આ પ્રમાણે ધન્યકુમારની વાણી સાંભળીને રાજાએ ચેરને ઓળખ્યો, અને પોતાના સેવકોને તેને મારી નાખવાને હુકમ કર્યો. રાજસેવકોએ તરતજ તેને પકડ્યો. તે વિચારવા લાગ્યો કે હવે આપણું કપટ ચાલશે નહિ. મૂળ