________________ સપ્તમ પલ્લવ. 39 કહી દીધા. આ પ્રમાણે થવાથી સર્વે વ્યાપારીઓ પણ સરખી સંકેતેની પૂર્તિ સાંભળીને ભગ્ન પ્રતિજ્ઞાવાળા થયા. “અરે! સરખા આકારવાળા, સરખા હાવભાવવાળા અને સરખું બોલનારાઓમાંથી કયા ઉપાયવડે સાચા ખોટાને ભેદ છે? તેથી જ્યાં સુધી સાચા ખેટાની સત્ય પરીક્ષા ન થાય ત્યાં સુધી બંનેમાંથી એકેએ ઘરમાં પ્રવેશ કરે નૃહિ.” આ પ્રમાણે મહાજને બળાત્કારે તે બંનેને ઘરમાં પેસતા ક્યા, તેથી તે બંને જુદે જુદે સ્થળે રહેતાં હમેશાં સવારે ઉઠીને જુદી જુદી રીતે તેઓ કલેશ કંકાસ કરવા લાગ્યા. હમેશાંના કળથી કંટાળીને લેકેએ ફરીથી એકઠા થઈ તેઓને કહ્યું કે–“તમે બંને રાજદ્વારે જાઓ. ત્યાં રાજાના પ્રતાપથી તથા તેના અધિક પુણ્યતેજના બળથી સાચા ખેટાને વિવરે તરતજ ? થઈ જશે.” આ પ્રમાણે મહાજને મળીને કહ્યું, તેથી તેઓ રાજા પાસે ગયા. રાજા પાસે જઈ તેને નમસ્કાર કરીને પિતાનું દુઃખ નિવેદન કરીને બંને ઉભા રહ્યા. રાજા પણ પૂર્વની માફકજ સમાન આકૃતિવાળા અને સમાન બોલનારા દેખીને મુંઝાણે, એટલે તેણે મંત્રીઓને હુકમ કર્યો કે_“આ બંનેને ન્યાય કરી આપે.' મંત્રીઓએ પણ તેઓને ન્યાય કરવામાં વિવિધ પ્રકારની વચન રચનાઓ વડે તેઓ ભૂલા ખાઈ જાય તેવાં છત પૂછયા, અનેક પ્રશ્નો પૂછયા, વાક્યની રચનાઓ કરી ભયાદિક દેખાડ્યા, પણ તરૂણીનાં કટાક્ષે નપુંસક ઉપર જેમ નિષ્ફળ જાય, તેમ તે મંત્રીઓનાં સર્વે પ્રયત્ન નિષ્ફળ ગયાં. ત્યારે તેઓ પણ વિચારમાં મૂઢ થઈ ગયા અને રાજા પાસે જઈને બેલ્યા કે “સ્વામિન! અમારામાં જેટલે બુદ્ધિને વિલાસ છે, એટલે બધાં તે આ બંનેમાંથી સત્ય