________________ સપ્તમ પલવ. 367 પાપનાં કાર્યો કરે ત્યારે દ્રવ્ય મળે છે. તેને વ્યય કેમ કરે તે તેનું જ હૃદય જાણે છે. દાન દેવું તે મરણ બરાબર લેકમાં ગણાય છે. ઘરમાં રહેલ ધનકર્મા તે જેવી રીતે વૈરીના હાથમાં દ્રવ્ય આવે ત્યારે તે ગમે તેની પાસે વિચાર કર્યા વગર લુંટાવે છે તેમ આ બધું દ્રવ્ય લુંટાવે છે. તેથી મારા અંતઃકરણમાં તે આ બહાર ઉભેલેજ ધનકર્મા સાચે જણાય છે.' આ પ્રમાણે બહાર થતા કળાહળ સાંભળીને ધનકર્મા શ્રેષ્ઠીને માટે પુત્ર બહાર આવ્યો, તેને જોઈને મૂળ ધનકર્માએ તેને કહ્યું કે-“અરે પુત્ર ધરમાં તે કેને સંગ્રહી રાખેલ છે?” આ - પ્રમાણે તેને બેલતો સાંભળીને તે પુત્ર પણ વિશ્વમમાં પડ્યો અને . વિચારવા લાગ્યો કે- આ શું ઉપાધિ ઉભી થઈ?” આ પ્રમાણે વિચારતે તે મૌન ધારણ કરીને ઘરમાં ગયો, અને ફૂટ ધનકર્માને બધે વૃત્તાંત નિવેદન કર્યો. તે પણ તરતજ ઉડ્યો અને કહેવા લાગ્યો કે– મેં ગઈ કાલે જ નહોતું કહ્યું કે ગામમાં બહુ ધૂતારા આવેલા છે? તેમાંથી આ કઈ ધૂતારે અહીં આવ્યું હશે; પણ અસત્ય ક્યાં સુધી ટકશે–તેને નિર્વાહ કયાં સુધી થશે?” આ પ્રમાણે બોલતે તે બહાર આવ્યું. સેવક બધા તેને જોઈને ઉભા થયા. કૂટ ધનકર્માએ મૂળ ધનકર્માને કહ્યું કે –“અરે ! તું ક્યાંથી આવ્યું છે? અરે ધૂર્ત! તું કેમના ઘરમાં પ્રવેશ કરવા ઈચ્છે છે? તે સાંભળી મૂળ ધૂનકમ બેલ્યો-“હુંજ આ ઘરને સ્વામી છું, - મેં આ સંપત્તિ બહુ કષ્ટવડે મેળવેલી છે. પણ તું કોણ છે? ધૂત કળાથી મારા ઘરમાં પેસનિ મારૂ ધન આ પ્રમાણે તું કેમ લું ટાવે છે ? હવે તું આમ બહાર નીકળી બજારમાં સાચે ન્યાય કરનાર વ્યાપારીઓના પંચ પાસે ચાલ, જેથી આપણા સાચા