________________ સપ્તમ પલ્લવ. 365 પ્રકારની વાતે થવા લાગી. મૂળ ધનકર્માએ તેમાંથી કેટલીક ગેડી થડી સાંભળી. તે સાંભળીને તે મનમાં વિચારવા લાગે કે-- ઈક આમાં કારણ તો લાગે છે; પણ પહેલાં એકવાર મારે ઘેર જઈ ઘરમાં પ્રવેશી, સ્વસ્થ થઈને પછી આ બાબતમાં તપાસ કરીશ.” આ પ્રમાણે વિચાર કરતે ઉતાવળે તે ઘરના આંગણા પાસે આવ્યો . પણ તેને દેખીને કોઈ નેકર ઉભે થયો નહિ, તેમ તેને પ્રણામ પણ ક્યું નહિ. આ પ્રમાણે દેખવાથી “આ શું?' એમ વિચારતે 8 તે ઘરમાં પ્રવેશ કર લાગ્યો, ત્યારે નોકરોએ તેને કહ્યું-“ક્યાં જાઓ છે? કોના ઘરમાં પેસે છે ?' આ પ્રમાણે સાંભળીને ચમત્કાર પામેલ ધનકર્મા બોલ્યો-“અરે અમુક ! અરે ભાઈ ! શું તું મને પણ ઓળખતા નથી? અરે મારી નેકરીમાં રહ્યા તને તે ઘણા વર્ષ થઈ ગયા. આજે તમારા બધાને આમ વિપર્યાસ કેમ થઈ ગયો છે?” સેવકોએ કહ્યું–જા, જા, બીજે ઠેકાણે ધૂર્ત કળા . કેળવજે. અમે તે જાણીએ છીએ. જાણેલા ગ્રહ પીડા કરી શક્તા નથી.” શ્રેણીએ તે સાંભળી કહ્યું કે-“તમે બધા સ્વામીહી થઈ ગયા છે? સાત, આઠ, દશ દિવસમાં તે વિસ્મૃતિ પામી ગયા કે જેથી તમે તમારા શેઠને પણ ઓળખતા નથી.” સેવકોએ કહ્યું કે સ્વામી? કોણ તારા સેવકે ? અમારા સ્વામી તે ઘરની અંદર બહુ એનંદથી લહેર કરે છે, તે ચિરંજીવ–આયુ. બાન છે. તું તે કઈ તારે ધૂર્તકળાવડે ઘરને લુંટવા આવે છે. જે અમારા સ્વામી આ વાત જાણશે તે તારી માઠી ગતિ કરાવશે.” આ પ્રમાણે વાદવિવાદ થતે સાંભળીને પાડોશીઓ આવ્યા. તેને દેખીને શ્રેષ્ઠીએ કહ્યું- અરે કેલાણા ભાઈ! અરે જુઓ, જુઓ ! તમને તે દિવસે અમુક કાર્ય કહીને અમુક ગામે