________________ 358 ધન્યકુમાર ચરિત્ર. ધનકર્મા શ્રેણીના રૂપમાં પરાવર્તન કરીને આવેલ તે ચારણ તે પુત્રીને કહે છે કે-“આ પ્રમાણે મુનિમહારાજની દેશના સાં ભળીને હું મનમાં ચમત્કાર પામ્ય અને ચિંતવવા લાગે કે અરે ! અજ્ઞાનવડે મેં તે અતિ દુષ્કર એ નરભવ તથા ધનસામગ્રી મળ્યા છતાં બંનેને ગુમાવી દીધાં છે. અલેક અને પરલેકનું કાંઈ પણ સાધન ક્યું નથી. દુર્ગતિમાં જવાના કારણ'ભૂત પાપકર્મની જ મેં તે પુષ્ટિ કરી છે. કૃપણતાના દોષથી મેં કઈ પણ આપ્યું નથી, ખાધું નથી, ભગવ્યું નથી, માત્ર દીન પુરૂષની જેમ દુઃખે ભરાય તેવા જઠરની પૂર્તિ કરી છે. વળી મેં ભગવ્યું નથી, એટલું જ નહીં પણ પુત્રાદિકને ભેગવવા પણ દીધું નથી. કીતિના હેતુવડે યાચકને પણ ધન આપ્યું નથી, દીન, દુઃખી, નિરાધારને ઉદ્ગાર પણ કોઈ દિવસ કર્યો નથી, તેથી હવે અવશ્ય હું મારો જન્મ સફળ થાય તેમ કરીશ.” આ પ્રમાણે કલ્પના કરીને હું અહીં આવેલું છું. અને પુત્ર ! મુનિનાં વચન સાંભળવાથી ધનાદિના ધ્યાનમાં હું નિર્મમત્વ ભાવવાળે થયે છું. આ તેઓનો ઉપકાર છે. કૃપણુતાના દોષથી અત્યાર સુધી જે કાળ ગયો ને બધે તો દુર્ગતિનું પિષણ થાય તેવી રીતે મેં ગુમાવે છે. તમે સર્વને પણ દાન અને ભેગાદિકમાં હું અંતરાય કરનારા થયે છું; તમે તો સુપુત્ર હવાથી મારા આશયને અનુકૂળ રહી અત્યાર સુધી કાળ વ્યતિત કર્યો છે તેથી હે પુત્ર!ધનાદિ સર્વ પાપના અધિકરણે હેવાથી તે સર્વને બહુ દુઃખદાયીપણે મેં સાધુમહારાજના ઉપદેશથી જાણ્યા છે, તેથી હવે ધનાદિકનો સુપાત્રમાં વ્યય કર| વાની મારી ઇચ્છા છે. દાનાદિકથી રહિત ધન તે કેવળ અનર્થને ) ઉપજાવનારાજ થાય છે, તેથી હવે દીન જનોનો ઉદ્ધાર, સુપાત્રનું