________________ સપ્તમ પલ્લવ . 309 નિધિપણે સ્થાપના કરી હશે, પછી ઘણે કાળ જવાથી મેઘવૃષ્ટિ વિગેરે થવાથી ઉપરની માટી જોવાઈ ગઈ હશે અને પવનથી તેને એક ખુણે ઉઘાડે થયે હશે, એવામાં આ જટિલ ભમતો ભમતે અહીં આવી ચડ્યો, અને આ શિલાને ખુણે જોઈને લેભથી તેને પિતાની માનીને રહ્યો છે. આ આખી શિલાને તે લઇ શકે તેમ નથી, તેથી તેના કકડા કરાવવા માટે આપણી પાસે દંભરચના કરીને આપણને ઠગવા માટે કહે છે કે તમને દરેકને હજાર હજાર સેનામહેર આપીશ. પણ અર્થે, ત્રીજે, ચોથે, પાંચ કે સાતમે ભાગ આપીશ એમ તે કાંઈ કહેતું જ નથી; સર્વ હું એકલે લઈ જઈશ એમ કહે છે. શું આ એના બાપનું ધન છે કે જેથી આ પ્રમાણે આપણને છેતરે છે? માટે આને હણને આપણેજ બધું લઈ લઈએ.” તે સાંભળી તેમાંના એક જણે કહ્યું કે- આ તપરવી છે, એને કેમ મરાય?' ત્યારે બીજી બે -આનું તપસ્વીપણું તે ગયું, આ તો વંચક અને ધૂર્ત આપણું જેજ છે. આપણે ચોર છીએ ને આ ધૂર્ત છે, માટે તે અને આપણે બન્ને પરધનને હરણ કરનારા છીએ. તેથી અને મારવામાં શો દોષ છે? આ સર્વ ધન જે આપણા હાથમાં આવે તે આપણે સર્વે ઠાકોર (રાજા) થઈએ, અને ચેરીનું કામ છુટી જાય. માટે હવે વધારે વિચાર ન કરતાં આને હણને સર્વ ધન લઈ લઈએ.” આ પ્રમાણે નિશ્ચય કરી બે જણાએ તે જટિલને વાતેમાં પ્રવ , અને એક જણાએ પાછળથી ખવડે તેનું મસ્તક કાપી નાખ્યું. પછી તે સર્વે રે શિલા પાસે ગયા. તેને હસ્તવડે સ્પર્શ કર્યો તે સુવર્ણના રસમય તેં શિલા ઘણી મટી જણાઈ, ત્યારે તેઓએ વિચાર કર્યો કે-“આ શિલા આપણુ પાસેના ખાદિક