________________ 302 ધન્યકુમાર ચરિત્ર. નહિ. પછી ચારણે હું દખિત છું, હું ભુખ્યો છું, હું ભારે કમ છું વિગેરે દીન વચન વિવિધ અભિનય સાથે કહ્યા, ત્યારે તે શ્રેણી તેને ઠપકે દેતે કહેવા લાગે કે-“અરે ભાઈ ચારણ ! અને ત્યારે સમય નથી, તું જે આજે ભજન માગે છે, તે આવતી કાલે તને આપીશ.” આ પ્રમાણે ધનકર્માએ તેને કહ્યું, તેથી તે ભાટ તેના ગુપ્તાશયને નહિ સમજ આનંદિત થઈ મનમાં વિચારવા લાગે કે-“મારૂં આગમન સફળ થયું. મેં પણ કર્યું અને અત્રે આવે; આ શ્રેણીમાં એક દિવસના વિલંબપછી દાન આપવાનું અંગીકાર કર્યું છે. મૂળથી જ નહિ આપું તેમ કહ્યું નથી તે સારું થયું, કાલે આવીને દાન લઈને હું જઈશ. એકાંત હઠ કરવી તે યાચક જનને યોગ્ય નથી.” આ પ્રમાણે વિચાર કરીને તે ગયે. વળી ફરીથી બીજે દિવસે તેને ઘેર જઈને તેજ પ્રમાણે તેણે ધનર્મા પાસે યાચના કરી. ત્યારે ધનકર્મા શેઠે તેને કહ્યું કે-“અરે માગધ! અરે ચરિણ! કેમ ઉતાવળે થાય છે? ધીરે થા ! શાંત થા! મેં કહ્યું છે તેમ તને કાલે જરૂર આપીશ.” આ પ્રમાણેનાં તે શ્રેણીનાં વચન સાંભળીને નહિ દેવાની ઈચ્છાવાળા તે શ્રેષ્ઠીને હાઈ તથા દંભાદિક સારી રીતે તે ચારણે જાણી લીધો. પછી તેણે વિચાર કર્યો કે “આની સાથે મારે કહિ કરે તે વ્યાજબી નથી, કારણ કે તેમ કરૂં તે તે “આ શ્રેણીને પ્રસન્ન કરીને હું ભજન | લાવીશ' એવી જે મેં પ્રતિજ્ઞા કરી છે અને અત્રે આવ્યું છું *તેમાં હાનિ થાય. વળી આ કહે છે કે-“કાલે આપીશ. પણ મૂળથી નહિ દઉં તેમ તે કહેતું નથી. તેથી આની પછવાડે લાગીને હમેશાં તેની પાસે માગીને હું એને થકવી દઉં. કેટલા વખત સુધી તે મને અને આ પ્રત્યુત્તર આપ્યા કરશે? અને થાકીને તે