________________ ષષ્ઠ પલ્લવ. 263 રીતે કુળવંતી યુવાન સ્ત્રીઓને યુવાન પુરૂષોની દ્રષ્ટિથી દૂર રાખવી. જો તે તેની પાસે આવ-જા કરે તે ઘણુંખરૂં તેમાં વિઘ આવવાને સંભવ રહે છે, તેથી તેની દષ્ટિથીજ તે સ્ત્રીઓને દૂર રાખવી. જેવી રીતે સુંદર રૂપવાન બાળકને હલકી દષ્ટિવાળી શાકિની ગણાતી સ્ત્રીઓ પાસે ખેલાવવામાં આવતા નથી, તેવી જ રીતે રૂપવંતી સ્ત્રીઓનું યુવાન પુરૂ પાસે ગમનાગમન પ્રાયે દુઃખ માટે જ થાય છે. આ વાતને તેં તે વખતે તે વિચારજ કર્યો નહિ. હવે અમારી પાસે શું જોઈને પિકાર કરે છે? “સાઠે બુદ્ધિ નાઠી” (સાઠ વરસની ઉમરે બુદ્ધિને નાશ થઈ જાય છે) એવી જે લેકોક્તિ છે તે તેં સાચી કરી દેખાડી. શું તારે માટે અમે પણ સંકટમાં પડીએ? તે પણ જે અમારાથી થઈ શકે તેવું હતું તે તે અમે કર્યું. રાજાએ તે વાત વિકારી નહિ, તેમાં અમે શું કરીએ? આમાં તારા કર્મને જ દોષ છે; તેથી હવે અમે કાંઈ જાણતા નથી, તેને ધ્યાન પહેચે–ઠીક લાગે તેમ કર. આમ કહીને તે સર્વે પિતાપિતાને ઘરે ગયા. પારકાને માટે પિતાને માથે કોણ કલેશ વહેરે ? - હવે તેમના ગયા પછી ધનસાર પણ પાછો વળે અને વિચારવા લાગ્યું કે–“હવે જે થવાનું હોય તે થાઓ. એક વખત ધન્યરાજા પાસે જઈને હુંજ પકાર કરૂં. અંતરમાં રહેલાં આંસુઓ બહાર કાઢું, તે કદાચ રોષે ભરાશે તે મને શું કરશે? તે મને મારવા ઈચ્છે તે ભલે મારી નાખે, ખાયે મરી ગયેલ જે હું થઈ ગયેલે જ છું, હવે જીવવાથી મારે શું વિશેષ છે?” આ પ્રમાણે વિચાર કરીને તે પિતેજ રાજગ્રહમાં ગયે અને ગેખમાં બેઠેલા ધન્યકુમાર પાસે જઈને મેટે સ્વરે કહેવા લાગે કે-“હે મહા