________________ 260 ધન્યકુમાર ચરિત્ર. સર્વે બેઠા. તે બધા ભયથી કંપતા હતા. આખરે ઘણા વખત સુધી વિચાર કર્યા પછી તેઓ બોલ્યા કે “સ્વામિન! જેવી રીતે સૂર્યોદય થયે હોય ત્યારે અંધકારને પ્રસાર રહેતો નથી અને કદિ રહેશે પણ નહિ, મોટા સમુદ્રમાંથી કોઈ વખત ધૂળ ઉડતી દેખાતી નથી અને દેખાશે પણ નહિ, ચંદ્રમા કઈ દિવસ ઉષ્ણતા કરનાર કે નથી અને કઈ વખત થશે પણ નહિ, તેવી જ રીતે તમારામાં કોઈ દિવસ પણ અમે અનીતિ જોઈ નથી અને જેવાશે પણ નહિ એવી અમને આબાળે વૃદ્ધ સર્વને પ્રતીતિ છે. કદાચ કઈ વખત સૂર્ય પશ્ચિમમાં ઉગે, ધ્રુવ તારે યુગતિ પ્રેરેલા પવનથી કદાચ અપ્રૂવ થાય, અચળ એ મેરૂ પણ કદાચિત પવનની જેમ ચલાયમાન થાય, કદાચ સમુદ્ર પણ મારવાડની જેમ નિજળ થઈ જાય, હમેશાં ચળિત એ વાયુ પણ કદાચ સ્થિર થઈ જાય, કદાચ પૃથ્વી ઉપર અગ્નિ પણ ઉષ્ણતા ગુણ છેડી બરફની જે શીતળ થઈ જાય, તે પણ આપ આયુષ્માનું મહારાજા લેભના વિક્ષોભથી પણ ચલાયમાન થાઓજ નહિ એ અમને સર્વને તમારે માટે દ્રઢ નિશ્ચય–વિશ્વ લે છે. આમ છતાં પણ આ ધનસાર આજ સવારે આ પ્રમાણે અમારી પાસે કાર કરતે આ કે—મારી પુત્રવધૂને રાજાએ રોકી છે. આ તેની વાણુ સાંભળીને અમે કેઈએ પણ તે માની નથી, પરંતુ દુઃખાર્ત એવા આ વૃદ્ધ પુરૂષનું દુઃખ જોઈને અમને સર્વને લેભ થયો કે અમારા સ્વામી કલ્પાંતે પણ આવું કરે જ નહિ, પણ આપના કોઈ સેવક પુરૂષે આપના જાણતાં અગર તે અજાણતાં જ આ ધનસારની પુત્રવધૂને રોકી રાખી હશે, તેથી હે સ્વામિન ! ધનસારના આગ્રહથી અમે આ બાબતની તપાસ કરવાની આપને વિજ્ઞપ્તિ કરીએ છીએ.