________________ 244 ધન્યકુમાર ચરિત્ર. બોલાવે અને “શરીરે કેમ છે? સારૂં છે?' વિગેરે શરીરના સુખ દુઃખના સમાચાર પૂછે. તેણી પણ જુદી જુદી જાતના સુખેથી ખવાય તેવા પદાર્થો ગ્રહણ કરીને તેને ઉતારે લઈ જાય અને વૃદ્ધની આગળ મૂકે. વૃદ્ધ આ પ્રમાણે લાવેલી વસ્તુઓ જોઈને સુભદ્રાની પ્રશંસા કરે કે–અરે પુત્ર! જુઓ, જુઓ, ભાગ્યવાન પુત્રની આ પત્ની પણ કેવી ભાગ્યશાળી છે. તે પુણ્યવંત પુરૂષને ઉપભેગમાં લેવા લાયક મેવા મીઠાઈ વિગેરે ખાદ્ય પદાર્થો લઈને આવે છે.” જયારે બીજા દિવસોએ મેટી વહરૂઓ જાય અને માત્ર સ્વચ્છ જળની ઉપમા જેવીજપતળી છાશ માત્ર લઈને આવે ત્યારે ધનપ્રસાર કહેતો કે આમાં કાંઈ બીજો વિચાર કરવા જેવો નથી, આ મેટી વહુઓએ કાંઈ લઈ લીધું નથી અને આ નાની વહુએ કાંઈ આપી દીધું નથી, પરંતુ અહીં ભાગ્ય માવજ પ્રમાણભૂત છે. નશીબમાં હેય તેજ મળે એવું શાસ્ત્ર વચન સત્ય છે. આ પ્રમાણે ધનસારથી કરાતી લઘા સાંભળીને ઈષ્ય પૂર્વક મેટી વહુરૂઓ બેલવા લાગી કે–આ જર્જરિત ડોરાએ તે અમારી પાસે હમેશાં મારા 4 દિયરનાં વખાણ કરી કરીને સર્વના નેહમાં ભંગ પડાવ્યું અને તેની પાસે ઘર તાળુ તે તે નાસીને કોઈ દેશાંતરમાં ચાલ્યા ગયા છે, અને તેમના સમાચાર પણ કાંઈ મળતા નથી. હવે આ 7 નાની વહુની પછવાડે લાગ્યા છે, તેથી તે ડોસે શું કરશે તેની ખબર પડતી નથી.” આ સાંભળી તેમાંથી એક બોલી કે અરે! આપણું સાસરા તે આને ભાગ્યશાળી કહીને જ વારંવાર બોલાવે છે, પણ તેનું ભાગ્યશાળીપણું કેવું છે તે સાંભળો. હમેશાં સવારે 7 ઉઠીને તરત જ તે ગધેડીની જેમ મોટી વહે છે, સૂર્યાસ્ત સુધી મજુરી કરીને પેટ ભરે છે અને રાત્રે પતિના વિયેગથી થયેલા