________________ 230 ધન્યકુમાર ચરિત્ર. રહેતા હતા. પરંતુ તેના મેટાભાઈની સ્ત્રીઓ બહુ હલકા સ્વભાવવાળી છે, જવાસાના ઝાડ જેવી છે, આની મહેટાઈ સહન કરી શકે તેવી નથી, તેથી હમેશાં હલકાં વચને બોલ્યા કરતી હતી, તેથી બહેનના ધણીને ખેદ થયે, અને દુર્જનને ત્યાગ કરી પરદેશ ચાલ્યા જવું.' તે નીતિનું વાક્ય સંભારીને તે ઘર છોડીને ચાલ્યા ગયા છે. કહ્યું છે કે--સિંહ, સંપુરૂષ અને હાથીઓ જયાં અપમાન થાય ત્યાં કદિ પણ રહેતા નથી. વળી આવું સાંભળીને અન્ય કોઈ બેલે કે “આમાં કાંઈ પુરૂષાર્થ ન કહેવાય, આ કઈ પુરૂષનું કાર્ય નથી, ઘણાએ દુષ્ટ લેકે આ પ્રમાણે પુરૂષને કનડે છે, તેથી શું તેઓ ઘર છોડીને ચાલ્યા જાય છે? જુના ભયથી શું પહેરવાનાં કપડાં કે ઈ છેડી દેતું હશે? ઉલટું તે તે દુર્જનેને એવી શિક્ષા કરે કે જેથી ફરીને તેનું નામ પણ લઈ ન શકે. નીતિશાસ્ત્રમાં તે ઉપર પણ કહ્યું છે કે - शठंपति शाठ्यं कुर्याद्, मृदुकंपति मार्दवम् / खया मे लुंचितौ पक्षौ, मया मुंडापितं शिरः॥ શઠ પ્રત્યે શાચતા કરવી, નરમાશથી વર્તે તેની સાથે નર માશથી વર્તવું; શુક વારાંગનાને કહે છે કે તે મારી પાંખે છેદાવી તે મેં તારું માથું મુંડાવ્યું !" 1 આ પ્રમાણે શાસ્ત્રનું રહસ્ય જાણનારા, રાજાદિને ભયથી રહિત, આખા નગરમાં જેનું વચન માન્ય થાય તેવા, વળી જેના મૂળ ઉંડા પિઠેલા હતા તેવા પણ બહેનના પતિ નાશી ગયા તે સારું 1 આ શુક અને વેશ્યાની કથા પ્રસિદ્ધ છે. વેશ્યાએ પિપટની પાંખ કાપી, તેથી તેણે છેતરપીંડી કરીને તેનું માથું મુંડાવ્યું ' હતું. આ કથા પંચતંત્રમાં છે.