________________ 228 ધન્યકુમાર ચરિત્ર. - વચને કહેતા નથી, પણ ઉલટા કરૂણા વડે કાઈ કઈ માણસે તેને સહાય કરનારા થાય છે. દેશમાં તે પગલે પગલે લેકેનાં દુવચને સાંભળીને હૃદય બળે છે. જેવી રીતે સુંદર અક્ષરવાળે અને સુંદર આકૃતિવાળો છતાં પણ રૂપિયેતુકેમાં ચાલત નથી–માન પામતે નથી, તેવી જ રીતે સારી રીતે ભણેલે, સુંદર આકૃતિવાળો એ પણ નિર્ધન માણસ દુનિયામાં માન પામતો નથી. હે પુત્ર ! જેવી રીતે સારા પ્રાસવાળું તથા સુંદર કંઠવડે બેલાયેલું કાવ્ય પણ જે અર્થશૂન્ય હોય તો તે વખણાતું નથી, તેવી જ રીતે સમાચિત ભાષાના, વ્યાપારમાં કુશળ એ પણ નિર્ધન માણસ લેકમાં વખણાતું નથી. આ પ્રમાણે કહીને સ્વનિર્વાહ માટે પરદેશ જવાની ઈચ્છાવાળા ધનસાર શ્રેષ્ટીએ સમશ્રી અને કુસુમશ્રીને તેમના પિતાને ઘેર મોકલી દીધી. ત્યાર પછી સુભદ્રા પ્રત્યે આંખમાં અશ્રુ લાવીને ગળદુ કંઠે તેણે કહ્યું કે“હે ઉચ્ચાશવાળી ! તું પણ ગભદ્ર શ્રેણીને ઘેર જા. અમારા પ્રબળ દુષ્કર્મના ઉદયથી ભાગ્યના એક ભંડારરૂપ પુત્ર કે સ્થળે ચાલ્યા ગયે છે અને તેની સાથે સંપદા પણ ચાલી ગઈ છે. અહીં રહ્યા સતા અને કુટુંબને નિર્વાહ કરવાને અસમર્થ છીએ, તેથી અમે તે હવે દેશાંતરમાં જશું. દેશાંતરમાં નિર્ધનને, ચેકસ સ્થળ વિનાના પુરૂષને ઓળખાણ વિનાનાને અને સ્થાનભ્રષ્ટ થયેલાને ક્યા ક્યા પ્રકારની વિપત્તિ પડતી નથી ? બધી વિપત્તિ પડે છે. તું અતિશય સુકોમળ છે, સુખની લીલામાં જ ઉછરેલી છે, દુઃખોની વાત માત્ર પણ જાણતી નથી, તેથી હે પુત્રો ! તું સુખથી ભરેલા તારા પિતાને ઘેર જા જ્યારે અમને ભાગ્યશાળી એવા તારા પતિને સંગમ થશે ત્યારે તને આમંત્રણ કરીને લાવશું.”