________________ 225 ભક્ષણ કરી ગયા તેમ થતાંજ ધન્યકુમારે કહ્યું કે-“મહારાજ ! જેવી રીતે આ તાંદુલ કણોનું આ મણિએ પક્ષિઓથી રક્ષણ કર્યું, તેવી જ રીતે જેની પાસે આ મણિ હેય તેનું વુિં, વ્યાધિ, ઉપદ્રવ, ભૂત, પ્રેત તથા અન્ય કામણટુમણથી અવશ્ય રક્ષણ થાય છે. તે હકીકતની આ દષ્ટાંતથી સાબીતી મળે છે.” રાજા આ પ્રમાણે સાંભળીને અને આ અભૂત પ્રયોગ પ્રત્યક્ષ અને ચિત્તમાં અતિશય ચમત્કાર પામ્ય અને સમસ્ત જનની પાસે મણિને પ્રભાવ અને ધન્યકુમારની પરીક્ષા કરવાની કુશળતાનું વર્ણન કરવા લાગે. ત્યારપછી અતિ રજિત ચિત્તવાળા તે રાજાએ સૌ ભાગ્યમંજરી નામની પિતાની કન્યા ધન્યકુમારને આપી. વિવાહ કરવા માટે વિશાળ નિમિત્તનું તિલક કર્યું પછી ઉત્તમ દિવસ અને મુહૂર્તે મેટા મહેસૂવપૂર્વક પિતાની પુત્રીનું ધન્યકુમાર સાથે પાણિગ્રહણ કરાવ્યું અને હસ્તમેળાપક વખતે પાંચશે ગામે, અન્યો અને હાથીએ આપ્યા. પછી “શ્વસુરગૃહમાં વાસ કરે તે અયુક્ત છે' એમ વિચારીને ધન્યકુમારે કૌશાંબીથી બહુ દૂર નહિ એવા નજીકના સ્થળ ઉપર ધન્યપુર નામનું એક શાખાગ્રામ પરૂ) વસાવ્યું અને ત્યાં પિતાને નિવાસ કર્યો. ધન્યપુરગામ બહુ સુંદર દુકાનની શ્રેણિથી મનહર બનાવ્યું હતું. અતિ ઉંચા અને જુદા જુદી પ્રકારના ગવાક્ષોના સમૂહથી શોભિતા ઘરની શ્રેણિઓથી તે દેદીપ્યમાન બનાવવામાં આવ્યું હતું. જોતાંજ દષ્ટિને આકર્ષણ કરે તેવું તે મને હર હતું. આ ઉપર, પુર-ધન્યપુરમાં આવીને ઘણા દેશી અને વિદેશી વ્યાપારીઓએ આનંદથી નિવાસ કર્યો હતે. આવા સુંદર નગરમાં ઘણ અન્ય વ્યાપારીએ આવીને વસ્યા હતા. આ ગામમાં ભાડું કર વિગેરે ર