________________ 204 ધન્યકુમાર ચરિત્ર. શુભ ભાવયુક્ત દાનના માહાભ્યને દર્શાવનાર શાલિભદ્રને જન્મ. 2મગધ દેશમાં ધન, ધાન્યની સમૃદ્ધિથી ભરપૂર અને ઇંદ્રિ ચેના સમૂહને સુખ આપે તેવી રચનાવાળું શાલિગ્રામ નામે એક ગામ હતું. તે ગામમાં કપિલમુનિએ પ્રરૂપેલ 'પ્રકૃતિની જેવી સરલ પ્રકૃતિવાળી ધન્ય નામની એક ડોશી રહેતી હતી. તે “વૃદ્ધ ડોશીને તત્ર દારિદ્રયના સંગમ જેવો સંગમ નામને એક બહુ નમ્ર પ્રકૃતિવાળો પુત્ર હતું. તે વૃદ્ધ ડોશી બમના લેકોના ખાંડવું, દળવું વિગેરે હકાર્યો કરતી હતી અને સંગમ ગાયને 9 ચારવાનું કાર્ય કરતા હતા. આ પ્રમાણે કરતાં તેઓ મહા મુશ્કે લીથી પિતાને નિર્વાહ ચલાવતા હતા. ( એકદા કોઈ મેટા પર્વને દિવસે ગાયના વાછરડાઓને સંગમ વનમાં લઈ ગયા. તે વખતે ત્યાં ચારવા આવેલા બીજા બાળકો અને અન્ય વાત કરતા હતા તે તેણે સાંભળી. એક બાળકે બીજા બાળકને કહ્યું કે –“તું આજે શું ખાઈને આવે છું?” તેણે જવાબ આપ્યો “ખીર ખાઈને આવ્યો છું. બી'જાએ પણ કહ્યું–“મેં પણ ખીર ખાધી છે, આજે મે પર્વને દિવસ છે. આજે તે ખીરજ ખાવી જોઈએ, બીજું કાંઈ ખવાય જ નહિ.” આ પ્રમાણે વાતચિત કર્યા પછી તેઓએ સંગમને પૂછ્યું-“તેં શું ખાવું છે?” તેણે જવાબ આપે 1 કપિલમુનિ તે સાંખ્ય મત ચલાવનારા હતા. સુષ્ટિમાં પુરૂષ અને પ્રકૃતિ બેજ છે તે તેને મત છે. તેમાં પ્રકૃતિ તે સરલ હદયી સ્ત્રી છે. તે પ્રકૃતિ જેવી સરલ પ્રકૃતિવાળી ધન્યા હતી તેવું કહેવાને અત્ર આશય છે.