________________ 180 ધન્યકુમાર ચરિત્ર. મળવાની જે શોભતું હતું. તે મહારાજાને સિદ્ધના ગુણેના. એકાંશ પ્રગટન તુલ્ય અને અક્ષય સુખ આપવાને સમર્થ ક્ષાયિક સમ્યકત્વ પ્રાપ્ત થયેલું હોવાથી તે જિનવચનમાં સર્વથા શંકાદિ દૂષણ રહિત હતું. તે રાજા હંમેશાં સુવર્ણના એકસો આઠ જવ કરાવી ભક્તિના સમૂહથી ઉભરાઈ જતા હૃદયે શ્રી વીર ભગ વાનની પાસે જઈ તે સેનાના એકસે આઠ જવથી સ્વરિતક કરતા હતા અને ત્યારપછી ભક્તિના પ્રકર્ષથી શ્રી ચરમ તીર્થકરને નમસ્કાર કરી તેમની સ્તુતિ કરતા હતા, અને જિનેશ્વરના વચનામૃતનું પાન કરી પાવન થતું હતું. જયારે જ્યારે વીરપ્રભુ - અન્યત્ર વિહાર કરીને રાજગૃહી નગરીથી દૂર જતા ત્યારે ત્યારે જે ગામમાં પ્રભુની સ્થિતિ હોય તે ગામની દિશા તરફ સાત આઠ પગલા જઈને ત્રણ ખમાસમણ પૂર્વક પ્રભુને વાંદીને તે સુવર્ણય જેથી સ્વરિતક કરતે, પ્રભુને નમીને તેમની સ્તવના કરતા અને - ત્યારપછી ઘરે આવીને ભજન કરતે હતા. આ પ્રમાણે તે શ્રેણિક મહારાજાએ જિનભક્તિના પ્રભાવથી જિનનામક ઉપાર્જન કર્યું હતું અને તેથી આવતી વીશીમાં પદ્મનાભ નામના પ્રથમ તીર્થકર તેઓ થવાના છે. - હવે તે રાજગૃહી નગરીમાં મગધાધિપને બહુ કૃપાપાત્ર અને વાચકજનેને કલ્પદ્રુમ જે કુસુમપાળ નામે એક શ્રેણી રહેતે હતું. આ શ્રેણીનું એક અતિ જીર્ણ, જેમાં વૃક્ષો બધા સુકાઈ ગયેલા છે તેવું, પત્ર, પુષ્પ, ફળ, બીજ વિગેરેથી રહિત શુષ્ક - - ઉદ્યાન હતું. આપણે કથાનાયક ધન્યકુમાર મગધ દેશમાં પ્રવેશ - કર્યા પછી રાજગૃહી તરફ આવતાં સાંજ પડી જવાથી માર્ગના શ્રમથી થાકી ગયેલે તે જીર્ણ ઉદ્યાનમાં એક રાત્રિવાસે રહેશે. તેજ