________________ 172 ધન્યકુમાર ચરિત્ર. સર્વસ્વને અનુભવનાર લલિતાંગ કુમારની માફક કામસંજ્ઞાને ઉદય થતાં પરસ્ત્રી ભેગવવાની ઈચ્છા માત્ર પણ કરે ?કઈ પણ સચેતન પ્રાણું તે તેવી ઈચ્છા કરેજ નહિ. હે ભદ્ર! જે મનુષ્ય આ ભવમાં વિજ્ય સેવનના સમયે ક્ષણમાત્ર પણ પરસ્ત્રીના સંયેગથી ઉત્પન્ન થયેલું સુખ ભેગવી આનંદ માને છે, તે મનુષ્ય પછીના ભાવમાં પરસ્ત્રીસંગથી બંધાયેલા કર્મને ઉદય થતાં નરકક્ષેત્રમાં નારકીપણે ઉત્પન્ન થઈને અસંખ્ય કાળ સુધી પરમાધામી દેએ કરેલી વેદના અને ક્ષુધા તૃષા વિગેરે દશ પ્રકારની સ્વભાવિક વેદના અતિ આકરા સ્વરૂપમાં ભગવે છે. નારકના જીને ઉત્પન્ન થતી સ્વાભાવિક દશ પ્રકારની વેદના આ પ્રમાણે છે - नरका दशविधवेदनाः शीतोष्णक्षुपिपासाकण्डूः पारवश्यं च जरादाहभयशोक च वेदयन्ति / નારકના જીવો શીત, ઉષ્ણ, ક્ષુધા, તૃષા, ખરજ, પરવાપણું, જરા, દાહ, ભય, અને શેક–આ દશ પ્રકારની વેદના ભેગવે છે.” વળી કામગના સુખ માટે કહેલ છે કે - खिणमित्तमुक्खा बहुकाल दुक्खा, पगामदुक्खा अणिकामसुक्खा। संसारमुक्खस्स विपक्खभूया, खाणी अणत्याण य कामभोगा // 1 આ લલિતાંગ કુમારની કથા પરિશિષ્ટ પર્વના ત્રીજા સત્રમાં બ્લેક 214 થી 265 માં વર્ણવેલ છે. પરસ્ત્રીસંસર્ગથી ઉત્પન્ન થતાં કખ માટે તે ખાસ વાંચવા લાયક અને ઉપદેશક કથા છે.