________________ (' -- ચતુર્થ પલ્લવી 169 આવા સમયે સ્થિર રહી શક્યું નથી. હવે તે ગંગાદેવી અતિશય કામવશ થઈ જવાથી લજજાદિને મૂકી દઈને મહામહવડે પિતાનું દિવ્યરૂપે પ્રગટ કરી ધન્યકુમારને પિતાને વશ કરવા, તેને મહાવવા-કામવશ કરવા ઘણા પ્રકારના હાવભાવ કરવા લાગી. અપ્રતિતપણે નયને અને કટાક્ષેના બાણેની ધન્યકુમાર ઉપર તે વૃષ્ટિ કરવા લાગી. એ વખતે ધન્યકુમારે ધીરજનું અવલંબન કરીને ને જીતી શકાય તેવું અજેય બ્રહ્મચર્યરૂપ કવચ હૃદયમાં ધારણ કર્યું. તે દેવી તે વારંવાર કામદેવના અક્ષીણકાશરૂપ હસ્તના મૂળ ભાગે, કક્ષી, ત્રિવેલી યુક્ત પેટ, નાભિપ્રદેશને મધ્ય ભાગ, ચક્ષુ તથા કેશ વિગેરેને ભાવતી વારંવાર કામોત્પાદક સ્થાને ધન્યકુમારને દેખાડવા લાગી. યુવકના મને દ્રવ્યને પીગળાવવામાં ક્ષારરૂપ તેણે કરેલા હાવભાવ, કટાક્ષવિક્ષેપાદિ બાણ શુદ્ધ અને ખાણમાં ઉત્પન્ન થયેલા વજરત્નની ઉપર કરવામાં આવેલા લેટાના ધણના પ્રહાર જેમ નિષ્ફળ જાય તેમ નિષ્ફળ ગયાબીલકુલ સફળ થયા નહિ–ધન્યકુમાર જરા પણ ચળાયમાન થયો નહિ. આ પ્રમાણે જયારે પ્રબળ હાવભવડે પણ ધન્યકુમારને જરા પણ ચળાયમાન થયેલે તેણે જે નહિ ત્યારે તે ગંગાદેવી શૃંગાર રસથી ભરેલી મૂહા ઉન્માદને ઉદીપન કરે તેવી, સાધુ મુનિરાજોને પણ ક્ષોભ કરાવે તેવી અને કામી પુરૂષના મનને વશ કરવામાં અદ્વિતીય વિદ્યારૂપ વાણવડે બોલી કે-હે સૌભાગ્યના ભંડાર! ગ્રીષ્મઋતુના મધ્યાહન સમયે જે સવારમાં બહુ થોડું જળ બાકી રહ્યું હોય તેમાં રહેલી માછલી જેમ તાપવડે અત્યંત તાપિત થાય તેમ કામરૂપી આગ્નની જવાળાઓ વડે તાપિત થયેલી હું તમારે શરણે આવી છું. તેથી હે દયાનિધિ ! તાકીદે મને તમારા