________________ 162 ધન્યકુમાર ચરિત્ર. હણા હેય તેમ તે નિચેષ્ટ બની ગયે. પછી ક્ષણવારમાં પા સાવધાન બની એક દીર્ઘ નિઃશ્વાસ નાખી જાણે ચિંતામણિ રત્ન હાથમાં આવેલ હોય તેમ વિચારવા લાગે કે-“અરેરે! રહમાં તથા કામમાં અંધ બની જઈ મેં આ શું કર્યું? કરેડની કિસ્મતવાળા ચિન્તામણિ રત્નથી પણ અધિક મનુષ્યભવ પ્રાપ્ત કરીને હું હારી ગયા અને દુર્ગતિમાં લઈ જનાર આ ભવભ્રમણને મેં અંગીકાર કર્યું. મારા અજ્ઞાનથી કુકર્મ કરીને મનુષ્ય દુઃખ પામે તેના કરતાં પણ વિશેષ દુખે કુકર્મ કર્યા વિના મેં અનુભવ્યા છે. આ સ્થિતિ દુર્ગતિરૂપી કારાગ્રહ જેવી તથા સાધન વિનાની છે. અને આ કારાગ્રહમાંથી કોણ છોડાવશે ? અરેરે ! મારી શી દશા થશે? આ હાથીના ભાવમાં પંચેન્દ્રિય તિર્થને તથા મનુષ્યને વધ વિગેરે કરીને મેં ઘણા પાપ બાંધ્યા છે, તેથી મારે દુર્ગતિ બાંધ્યા પછી બેધ પામીને હાલ સંસારમાંથી પિતાને ઉદ્ધાર કરવા તૈયાર થયા છે. દુષ્કર્મો કર્યા છતાં બધા દુઃખોને નાશ કરવામાં સમર્થ એવા સાધુધર્મને સ્વીકાર કર્યો એટલે હવે તેને શી બીક રહી? વળી ધન્ય છે તેમને કે જે પ્રેમ તેમ બાંધે હત તેજ જાળવી રાખીને પોતે સ્નેહની બેડીમાંથી મુક્ત થઈ મને પણ તે બંધનમાંથી મુક્ત કરવા અહીં પધાર્યા છે. નહિ તે વળી સ્વાર્થથી ભરેલા આ સંસારમાં મારી આવી મહા કંગાળ અવસ્થામાં મારા દુઃખનું નિવારણ કરવાને ઉપાય મને બતાવવા તે શા માટે આવે ? શાસ્ત્રો સાચું જ કહે છે કે–“સંસારીઓ વાર્થી હેય છે. નિ:સ્વાર્થ પ્રેમવાળા માત્ર મુનિરાજજ હોય છે. મુનિ સિવાય આ જગતમાં નિષ્કારણ ઉપકાર કરનાર બીજું કોઈ છેજ