________________ ધન્યકુમાર ચરિત્ર. સમયે આપ શા માટે બહાર જવાનું જોખમ ખેડે છે?' સુનન્દાએ કહ્યું કે મને તેને બીલકુલ ડર નથી, કારણ કે તેને પ્રતિબંધવા માટે તે હું અહીં આવી છું. તેથી એક તે આ હાથી પ્રતિબોધ પામશે, લેકોને ભય ટળશે અને શાસનની ઉન્નતિ થશે; માટે તમારે લેશ માત્ર મારી ચિંતા કરવી નહિ. બધાં સારાં વાનાં થઈ રહેશે.” આ પ્રમાણે કહીને સુનન્દાએ બહાર જવા માંડ્યું, તેને જોઈ દૂર તથા પાસે ઉભેલા માણસેએ મેરેથી તેને કહેવા માંડ્યું કેઆર્યા ! તમે બહાર ન જાઓ, હાથી તમારે પરાભવ કરશે. શા માટે નાહક મુશ્કેલીમાં પડે છે ?" દરવાજાની બહાર નીકળતાં મોટા ઝાડ ઉપર ચડી બેઠેલા લેકેએ પણ તેમને જતા જોઈ ન જશે, ન જશે.” એમ કહીને વાર્યા છતાં કેઈને જવાબ ન દેતાં તે સાધ્વી નિર્ભયપણે આગળ આગળ જવા લાગ્યા. લેક અંદર અંદર બોલવા લાગ્યા કે–આ સાધ્વી તે બહેરી છે, હઠીલી છે, કે તેનામાં ભૂત ભરાયું છે? લેકેના આટલા બધા કથનની ઉપરવટ થઈને શા માટે તે પાછા ફરતા નથી? શું તે કઠેર હૃદયના છે?” બીજાએ જવાબ આપ્યો કે–ના, ભાઈ ના, આ સાથ્વી તે બધા કરતાં શ્રેષ્ઠ છે, મૃદુ હૃદયવાળા છે, તેમજ બહેરા પણ નથી. તે ગુણવાનું છે, તથા દેશનામૃતથી તેણે ઘણાને વિષય કપાયરૂપી ઝેરથી નાશ પામતા ઉગાર્યા છે. એના તે દર્શન માત્રથી પણ ભારે પુર્ણ થાય તેમ છે. આટલું તે અમે ધારીએ છીએ કે તે જે કરતાં હશે તે સારૂજ કરતાં હશે. વળી એક જણ બેલી ઉર્યો કે તમે કહ્યું તે તે બરાબર પણ ભાઈ! આ સાથ્વી તે મરણયથી વિમુક્ત તથા નિઃસ્પૃહ હેવાથી હાથીને ઉપસર્ગ સહન કરવા માટેજ કાં ન જતા હોય? આગળ ઘણા