________________ 152 ધન્યકુમાર ચરિત્ર. જે તેમ હોય તે વાત કહીએ.” રાણીએ કહ્યું કે ભગવન્! સુખેથી આપ કહે. અમને અજ્ઞાન દશામાં કરેલા દુષ્કત સંબંધીની વાત સાંભળી તે પાપને નાશ કરવાને ઉપાય પણ તમારી પાસેથી જ મળી આવશે. રાજાએ પણ કહ્યું કે--બરવામિન ! આપના ઉપદેશથી અમુક સુખ અથવા દુઃખ આપનાર છે, એ અનાદિ કાળને અને ભારે ભ્રમ દૂર થે છે. જે કર્મોદયથી ઉત્પન્ન થયેલા અજ્ઞાનને વશ થઈને અનેક પ્રકારના દુકૃત્ય કરે છે. તમારા ઉપકારથી અમને રાગ દ્વેષની વૃદ્ધિ થતી બંધ થઈ જશે, માટે આપને જે કહેવું હોય તે સુખેથી કહે.” આટલો આગ્રહ થવાથી સાધુએ કહ્યું કે “સુનન્દા ! બાળપણમાં જ્યારે તારા મહેલની અગાશીમાં સખી સાથે ઉભા ઉભા કઈ શેઠીઆના ઘરમાં દૂરથી તેને રૂપ, યૌવન, વિનય વિગેરે ગુણેથી યુક્ત એવી પિતાની ભાર્યાને કાંઈ બહાનું કાઢીને મારતાં જઈને તમને પુરૂષ ઉપર ષ ઉત્પન્ન થયું હતું તે સાચી વાત?” મુનિનું કહેવું સાંભળી આશ્ચર્ય પામી સુનન્દાએ કહ્યું કે બરવામિન ! આપ કહે છે તે સત્ય છે. “તે ષથી તમે લગ્ન કદિ ન કરવાની પ્રતિજ્ઞા કરવા માંડી, પણ સખીઓએ ના પાડવાથી પ્રતિજ્ઞા લીધી નહીં. સમય જતાં તમે યુવાન થયા, એટલે તેજ મુજબ અગાશીમાં ઉભા ઉભા કોઈ મોટા શેઠીઆના ઘરમાં દંપતિને વિલાસ કરતા જોઈ તમને તીવ્ર કામને ઉદય થયે. સખીઓએ તમને શિખામણ દઇને ત્યાંથી નીચે ઉતારી એક અટારીમાં ઉભી રાખી; તે સમયે અતિ સ્વરૂપવાન, યુવાન, ચતુર તથા સુંદર વસ્ત્રોથી યુક્ત એક શેઠીઆના પુત્રને બજારમાં એક પાનવાળાની દુકાન પાસે ઉભે રહેલ જોઈ તમને તેના ઉપર મેહ ઉત્પન્ન થયો. સખી મારફત